Gujarati News

Gujarati News

News of Monday, 29th May 2023

માટી, પાણી, હવા, અગ્નિ, વાયુ મંડળનું ઋણ ચુકવવા એકમાત્ર ગૌવંશનો જ સહારો

કેરાલાના રાજયપાલ આરીફ મોહમદ ખાન, રાયપુરના ગૌ ભકત ફૈઝ ખાને ગૌ ટેકની લીધી મુલાકાત : ગૌ ટેક એકસ્‍પોની મુલાકાત લેતા રાઘવજીભાઈ પટેલ, જગદીશભાઈ વિશ્વકર્મા, ઉદય કાનગડ, ડો.દર્શીતાબેન શાહઃ કાલે રાજયપાલ આચાર્ય દેવવ્રતજીની વિશેષ ઉપસ્‍થિતિમાં સમાપાન

રાજકોટ તા. ૨૬: કેરાલાના રાજ્‍યપાલ આરીફ મોહમદ ખાન તેમજ  એમએસએમઈ મંત્રી એમ. પી. ઓમ સકલેચાજી શનિવારે સવારે ૧૦:૩૦ કલાકે  શહેરના રેસકોર્સ ખાતે અયોજીત ગૌ ટેક એકસ્‍પો અંતર્ગત ઉભી કરાયેલી કામધેનુ નગરીની  મુલાકાત લીધી હતી. આ ઉપરાંત પાંચ દિવસીય એકસ્‍પોના સમાપન અવસરે  રવિવારે ગુજરાત રાજ્‍યના મહામહિમ રાજ્‍યપાલ આચાર્ય દેવવ્રતજી અને મંત્રી રાઘવજીભાઈ પટેલ રાજકોટ આવી રહ્યા છે.

ગુજરાત રાજ્‍યના કળષિ અને પશુપાલન મંત્રીશ્રી તથા રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી રાઘવજીભાઇ પટેલ અને સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા, ધારાસભ્‍ય ઉદયભાઈ કાનગડ, ડો. દર્શિતાબેન શાહ, ધ્રોલ, કાલાવડ ધારાસભ્‍ય મેઘજીભાઈ ચાવડા, ગૌ સેવા આયોગ ચેરમેન શ્રાવણ ગર્ગ,(હરિયાણા), પૂરણ યાદવ વાઇસ ચેરમેન, રાજેન્‍દ્ર અઠવાલજી (ચેરમેન ગૌ સેવા આયોગ ઉત્તરાખંડ ), પ્રો. ફૈઝખાન (પરમ ગૌ ભકત રાયપુર), ડો. સંતોષ સૂલેજા, ડો. ભારત ભૂષણ સુલેજા, ડો. ડી. સેનવાલ (પ્રભારી ઉત્તરાખંડ), ગો સ્‍વામી ગોપેશકુમારજી મહારાજ (માણાવદર), શંકરપુરોહીત ગૌ કથાકાર (સોનગઢ), અજય આનંદ બાબુ (સાજાપુર ઉજ્જૈન), તૃતીય પીઠ કાંકરોલી યુવરાજ (રાજસ્‍થાન),  પૂજ્‍યપાદ ગૌસ્‍વામી વેદાંત કુમારજી  રિતેશ પાલકર મહારાષ્‍ટ્ર, જોહન મેજોક સાઉથ સુદાન,  કેસ્‍ટ્રોલ વાસવૈયા ઝાંબિયા, અયુંન પેચ માબિલ સાઉથ સુદાન સહિતનાએ આ આયોજનને બિરદાવ્‍યું હતું.

 મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે કહ્યું હતું કે, આપણી સંસ્‍કળતિમાં ગાયને માતાનું સ્‍થાન આપવામાં આવ્‍યું છે. ગાયનું દૂધ ખુબ લાભકારક છે. ગાય આધારિત વધુને વધુ ખેતી થાય તેમજ ગૌમુત્રની વિવિધ વસ્‍તુઓનું ઉત્‍પાદનો વધે તે માટે રાજયસરકાર દ્વારા સકારાત્‍મક પ્રયાસો થઈ રહ્યા છે, જેના ભાગરૂપે યોજાયેલો આ એકસપો ગાય આધારિત બનાવટોને લોકો સુધી પહોંચાડવા માટે ખુબ ઉપયોગી માધ્‍યમ પુરવાર થશે. ગૌ આધારિત ઉત્‍પાદનો, ઉદ્યોગો અને ટેકનોલોજીને પ્રોત્‍સાહન આપવાના હેતુથી  આયોજિત આ મેળામાં  દેશભરમાંથી ઉદ્યમીઓ જોડાયા છે. સમગ્ર દેશમાં ગૌ આધારિત ઉત્‍પાદનોનું વેચાણ-સંશોધન કરતા અનેક લોકો અને સંસ્‍થાઓને આ એક્‍સ્‍પો અંતર્ગત એક મંચ પર એકત્રિત થયા છે.

આ તકે પૂર્વ કેન્‍દ્રીય મંત્રી ડો.વલ્લભભાઈ કથીરીયા, હંસરાજભાઇ ગજેરા, કલ્‍પકભાઈ મણિયાર, રાજુભાઈ ધ્રુવ સહિતના આમંત્રિત મહેમાનો સાથે એક્‍સ્‍પોમાં ફર્યા હતા અને તમામ સ્‍ટોલની બારીક માહિતીથી અવગત કરાવ્‍યા હતા.  મહેમાનોનું ગૌ પ્રતિમા સ્‍વરૂપ મોમેંટો આપી સન્‍માન કર્યું હતું.

સેમિનારમાં નિષ્‍ણાતોએ ચેન્‍નઈના કાંચીપુરમથી આવેલા મહર્ષિ વાઘ ભટ્ટ ગૌશાળા અને પંચગવ્‍ય અનુસંધાન કેન્‍દ્રના ડો. નિરંજન વર્મા ડોક્‍ટરએ પંચગવ્‍ય આધારિત ચિકિત્‍સા પદ્ધતિ વર્ણવીને ગૃહસ્‍થીમાં પણ ગાયનું મહત્‍વ સમજાવ્‍યું હતું. નશ્વર શરીરમાં રહેલા આત્‍માના  મોક્ષની પ્રાપ્‍તિ માટે સૂર્ય, ચંદ્ર, માતા, પિતાનું સેવા સન્‍માન અને આરાધના કરીને સૂર્યના જ અંશ એવા સમગ્ર માનવ જાતિ તેનું ઋણ અદા કરી છે પણ આપણું શરીર જેનાથી બનેલું છે એ પંચ મહાભૂત એટલે કે, માટી, પાણી, હવા,  અગ્નિ અને વાયુમંડળનું ઋણ ચૂકવવા વ્‍યક્‍તિને એકમાત્ર ગૌવંશનો જ સહારો છે. તેવું તેમણે વિવિધ દ્રષ્ટાંતો દ્વારા સમજાવ્‍યું હતું.

આ ઉપરાંત અમળતસરથી આવેલા થર્ડ આઇ સંસ્‍થાના ડો. અવધેશ પાંડે (એમ.બી.બી.એસ. ડી.આર.એમ, પીએચડી)એ  વિવિધ ચિકિત્‍સા પદ્ધતિના સમાયોજનથી સામાન્‍ય ચેપથી લઈને કેન્‍સર સુધીની બીમારીની સારવાર પદ્ધતિ વર્ણવી હતી. દહેરાદૂનના પર્વતોની માટીમાંથી વિકસાવેલી ચિકિત્‍સા પદ્ધતિના સફળ ઉપચાર પ્રયોગો, જીવનચર્યા, ખાનપાનમાં પરેજી સહિતમાં પરિવર્તન તેમજ પંચગવ્‍ય અને પંચકર્મ સારવાર વિશે ઉપસ્‍થિતોને માર્ગદર્શન પુરૂં પાડ્‍યું હતું.

 પાંચ દિવસીય ગૌ ટેક એકસ્‍પોનું  કાલે રવિવારે સાંજે ૬ કલાકે સમાપન થશે. આ અવસરે ગુજરાતના મહામાહિમ રાજ્‍યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી,   રાઘવજીભાઈ પટેલ (મંત્રી શ્રી એગ્રીકલ્‍ચર એનિમલ હસબન્‍ડરી ગૌ સંવર્ધન), મંત્રી શ્રી ભાનુબેન બાબરીયા (સામાજિક ન્‍યાય સશકિતકરણ મહિલા અને બાળ વિકાસ),  ભૂપેન્‍દ્રસિંહ ચુડાસમા (પૂર્વ શિક્ષણ મંત્રી), શ્રી શ્રવણ ગર્ગજી (ચેરમેન ગૌ સેવા આયોગ હરિયાણા), શ્રી શંકર લાલજી (પ્રચારક ગૌસેવા ગતિવિધિ, આરએસએસ) શ્રી અજિતપ્રસાદ (ગૌ સેવા ગતિવિધિ ) ખાસ ઉપસ્‍થિત રહેશે તેમ ડૉ. વલ્લભભાઈ, હંસરાજભાઇ ગજેરા, કલ્‍પકભાઇ મણિયાર તેમજ રાજુભાઇ ધ્રુવએ જણાવ્‍યું હતું.

પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ, બિહારી દાન ગઢવી, ધીરૂભાઈ સરવૈયા સહિતનાનો જાહેર લોકડાયરો

રાજકોટઃ ગૌ ટેક એક્‍સ્‍પોમા઼ં સાંસ્‍કળતિક કાર્યક્રમો અંતર્ગત આજે શનિવારે રાત્રે ગૌ લોકડાયરો - લોકસાહિત્‍ય કાર્યક્રમ યોજાશે. જેમાં પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ, બિહારી દાન ગઢવી, હરેશ દાન ગઢવી, ધીરૂભાઈ સરવૈયા, રાધાબેન વ્‍યાસ સહિતના કલાકારો લોકસંગીત સાથે ગૌ ગુણગાન ગાતી કળતિઓ રજૂ કરશે.

(3:46 pm IST)