Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022

મહાનગરપાલિકા દ્વારા ૩૬૫ આંગણવાડીઓ ખાતે પૂર્ણાદિવસ કાર્યક્રમની ઉજવણી : ૮૪૪૮ કિશોરીઓને આહાર અંગે માહિતી અપાઇ

રાજકોટ તા.૨૭: શહેર આઇ.સી.ડી.એસ. વિભાગ રાજકોટ શહેરના બાળકોનું કિશોરી, સગર્ભા, ધાત્રીનું પોષણ સ્‍તર વધે તે બાબતે સતત જાગૃત અને કાર્યરત રહ ે છે. બાળકો, સગર્ભા, ધાત્રી અને કિશોરી કે જે આવતીકાલનું સુરક્ષીત અને સ્‍વસ્‍થ ભવિષ્‍ય છે તેને ધ્‍યાનમાં રાખીને આંગણીવાડી ખાતે મહિનાના ચાર મંગળવારે વિવિધ કાર્યક્રમનું આયોજન અને ઉજવણી કરવામાં આવે છે. આઝાદી કા અમૃત મહોત્‍સવ-૭૫ તેમજ સુસાશન સપ્‍તાહ કાર્યક્રમ અંતર્ગત મહિલા અને બાળવિકાસ વિભાગ, ગાંધીનગર દ્વારા મળેલ સુચના અનસાર એપ્રીલ માસના અંતીમ મંગળવારે રાજકોટ શહેરના અર્બન ઘટક ૧.ર,૩ માં કાર્યરત ૩૬૫ આંગણવાડી ખાતે તા.૨૪ ના રોજ પુર્ણાદિવસ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવતી હતી. શહેરની તમામ આંગણીવાડી ખાતે ૧૧ થી ૧૪ અને ૧૫ થીી ૧૮ વર્ષની શાળાએ જતી અને શાળાએ ન જતી કુલ ૮૪૪૮ કિશોરીને આંગણીવાડી કેન્‍દ્ર પર બોલાવવામાં આવેલ અને જરૂરી પોષણ અને પોષક આહાર તેમજ દૈનીક સમતોલ આહારના મહત્‍વ વિષે જાણકારી આપવામાં આવેલ. કિશોરીઓને ઉંમર પ્રમાણે જરૂરી આહાર કેટલી માત્રામાં લેવો જોઇએ અને આહારમાંથી મળતા જરૂરી પોષક તત્‍વોની જાણકારી આપવામાં આવેલ હતી. રોજીંદા ખોરાકમાં શરીરને જરૂરી પોષક તત્‍વો ક્‍યાં ખોરાકમાંથી મળી શકે તે ખાદ્યપદાર્થો જાણકારી તેમાંથી મળતા પોષણનું મહત્‍વ તેમજ પોષક દ્રવ્‍યની ઉણપથી પડતી તકલીફો વિષે સમજુતી આપવામાં આવેલ હતી.

 રોજીદાં ખોરાક ઉપરાંત સરકાર દ્વારા અપાતા ટી.એચ.આર. પૂર્ણાશકતી વિષે સમજણ અને તેમાંથી બનાવી શકાતી વિવિધ વાનગીઓની સમજુતી આપવામાં આવેલ હતી. કાર્યક્રમ ૮૪૪૮ કિશોરીઓએ ઉત્‍સાહપૂર્વક ભાગ લીધેલ હતો. કાર્યક્રમને સફળ બનાવવામાં આઇ.ડી.સી.એસ. અર્બન વિભાગના પોગ્રામ ઓફીસર સી.ડી.પી.ઓ. મુખ્‍ય સેવીકા અને પૂર્ણા કન્‍સલન્‍ટન્‍ટ દ્વારા જહેમત ઉઠાવવામાં આવેલ હતી.

(4:18 pm IST)