Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022

જાગનાથ શકિત કોલોનીની શીતલ વિશ્‍વકર્મા ગુમ

રાજકોટ તા. ર૭: જાગનાથ પ્‍લોટ શેરી નં. ૩ માં શકિત કોલોનીમાં રહેતી શીતલ પ્રેમસિંગ વિશ્‍વકર્મા (ઉ.વ.ર૪) ગત તા. ર૪ના રોજ જાગનાથ પ્‍લોટ શેરી નં. ર૪ માં મીહીર ક્રિએશન નામની દુકાને હતી ત્‍યાં પેશાબ કરવા જાવ છું કહીને નિકળ્‍યા બાદ પરત ન આવતા તેના પરિવારજનોએ તેની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ તેનોકોઇ પતો ન લાગતા તેના પરિવારજનોએ એ ડીવીઝન પોલીસ મથકમાં ગુમની નોંધ કરાવતા એ.એસ.આઇ. ભરતસિંહ ગોહિલે તપાસ હાથ ધરી છે. શીતલનાં બે માસ પહેલા છૂટાછેડા થયા હતા. તેણે કાળી સફેદ ટપકાવાળી કુર્તી તેમજ પીળા કલરની લેગીઝ પહેરેલ છે. તેના જમણા હાથમાં અંગ્રેજીમાં શીતલ ત્રોફાવેલ છે. જો કોઇને આ મહિલા જોવા મળે તો એ ડીવજિન પોલીસ સ્‍ટેશન ફોન નં. ૦ર૮૧-રરર૬૬પ૯ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(4:31 pm IST)