Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022

ભુતપુર્વ પત્‍નિ ઉપર કુહાડી વડે હુમલો કરવા અંગે પકડાયેલ પુર્વ પતિની જામીન અરજી મંજુર

રાજકોટ તા. ર૭: અહીંના જયશ્રીબેન ઉર્ફે જયોતીબેન રાજુભાઇ ચૌહાણ, રહે. ઉદ્યોગનગર કોલોની, બ્‍લોક નં. ૬, કવાર્ટર નં. ૪૮, શીવાલીકવાળી શેરી, ગોંડલ રોડ, રાજકોટવાળાએ પોતાના ભુતપુર્વ પતિ ધવલ ઉર્ફે ધર્મેશ ભુપતભાઇ વાઘેલા, રહેઃ- અંબાજી કડવા પ્‍લોટ રાજકોટવાળા સામે પોતાને તથા પોતાની પુત્રી રાધીકાબેનને કુહાડી વડે માર મારી કપાળમાં, પીઠના ભાગે તેમજ જમણા હાથના બાવળામાં ઇજા કર્યા અંગેની ફરિયાદ રાજકોટ શહેર માલવીયા નગર પો. સ્‍ટે.માં આઇ.પી.સી. કલમ-૩ર૬, ૩ર૪ તથા જી.પી. એકટની કલમ-૧૩પ(૧) અંગેની નોંધાવેલ જે સંદર્ભે અરજદાર આરોપી ધવલ ઉર્ફે ધર્મેશ ભુપતભાઇ વાઘેલાને રાજકોટના ડીસ્‍ટ્રીકટ એન્‍ડ સેસન્‍સ કોર્ટમાં જામીન અરજી ગુજારતા ડીસ્‍ટ્રીકટ એન્‍ડ સેસન્‍સ કોર્ટે રૂા. ૧પ,૦૦૦/- જામીન ઉપર મુકત કરેલ છે.
આ બનાવ સંદર્ભેની ફરિયાદ રાજકોટ શહેર માલવીયા નગર પોલીસ સ્‍ટેશનમાં આઇ.પી.સી. કલમ-૩ર૬, ૩ર૪ તથા જી.પી. એકટ-૧૩પ(૧) મુજબની નોંધાવેલ. ત્‍યારબાદ અરજદાર/આરોપીની પોલીસે ધરપકડ કરેલ. અરજદાર આરોપી રાજકોટ ડીસ્‍ટ્રીકટ એન્‍ડ સેસન્‍સ કોર્ટમાં રેગ્‍યુલર જામીન અરજી ગુજારેલ જે જામીન અરજીની સુનવણી વખતે સરકાર પક્ષ તેમજ અરજદાર આરોપી તરફે તેમના એડવોકેટ શ્રી અમિત એસ. ભગતની લંબાણ પુર્વકની દલીલો સાંભળી અરજદાર આરોપી ધવલ ઉર્ફે ધર્મેશની જામીન અરજી મંજુર રાખી રૂા. ૧પ,૦૦૦/- જામીન ઉપર મુકત કરેલ.
આ કામમાં અરજદાર આરોપી તરફે રાજકોટના એડવોકેટ શ્રી અમિત એસ. ભગત, એલ. જે. રાઠોડ, હસમુખ ડાભી, આનંદ સદાવ્રતી, ધર્મેન્‍દ્ર બરવાડીયા, હિરેન્‍દ્રસિંહ આર. ચૌહાણ રોકાયેલા હતા.

 

(4:31 pm IST)