Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022

કોઠારિયા ગામમાં ઘર પાસે ગાળો બોલવાની ના પાડતા નેહાને પાડોશી વિપુલે મારમાર્યો

પાડોશી શખ્‍સ તલવાર લઇ પરિણીતાને મારવા માટે દોડયોઃ આજીડેમ પોલીસમાં ફરિયાદ

રાજકોટ તા. ર૭: કોઠારિયા ગામ પ્રમુખરાજ સોસાયટીમાં ઘર પાસે ગાળો બોલવાની ના પાડવા જતાં મહિલાને પાડોશીએ માર મારતા ફરિયાદ થઇ છે.
મળતી વિગત મુજબ કોઠારિયા ગામમાં પ્રમુખરાજ સોસાયટીમાં રહેતી નેહા મહંમદ સલમાન ખાન (ઉ.વ. ર૩) ગઇકાલે પોતાના ઘરે હતી ત્‍યારે બાજુમાં રહેતો વિપુલ બાલાભાઇ શેરીમાં ગાળો બોલતો હોઇ તેથી પરિણીતાએ તેને ઘર પાસે ગાળો બોલવાની ના પાડતા વિપુલે ઉશ્‍કેરાઇને પરિણીતાને ઢીકાપાટુનો માર મારી તલવાર લઇને મારવા માટે દોડયો હતો દેકારો બોલતા આસપાસના લોકો એકઠા થતા વિપુલ ભાગી ગયો હતો. આ બનાવ અંગે નેહાએ આજીડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વિપુલ બાલાભાઇ વિરૂધ્‍ધ ગુનો દાખલ કરી હેડ કોન્‍સ. મહેન્‍દ્રભાઇ પરમારે તપાસ આદરી છે.

 

(4:04 pm IST)