Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022

મનપા શનિ-રવિ એડવાન્સ મિલ્કત વેરો સ્વીકારશે

સિવીક સેન્ટરો-વોર્ડ ઓફીસો ખુલ્લી રહેશે : લોકોને લાભ લેવા કમિશનર-મેયર-સ્ટે.ચેરમેનનો અનુરોધ

 રાજકોટ,તા.૨૭: મનપા દ્વારા મે માસમાં મિલ્કતધારકને ૧૦% વળતર તથા મહિલા મિલ્કત ધારકોને વધારાના ૫% વળતર (૧૫%) આપવાનું ચાલુ છે. જ્યારે જુન માસમાં એડવાન્સ મિલ્કત વેરો ભરનાર મિલ્કત ધારકને ૫% અને મહિલા મિલ્કત ધારકને ૧૦% વળતર અપાશે ત્યારે   મેયર ડૉ.પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા એક યાદીમાં જણાવે છે કે, સને ૨૦૨૨-૨૩ના વર્ષમાં તા.૩૧ મે સુધી એડવાન્સ મિલ્કત વેરો ભરનાર મિલ્કતધારકને ૧૦% વળતર તથા મહિલા મિલ્કત ધારકોને વધારાના ૫% વળતર એટલે કે ૧૫% અને તા.૩૦ જુન સુધી એડવાન્સ મિલ્કત વેરો ભરનાર મિલ્કત ધારકને ૫% અને મહિલા મિલ્કત ધારકને ૧૦% વળતર આપવાનું હાલ ચાલુ છે.

 વળતર યોજનાનો લાભ શહેરના વધુમાં વધુ મિલકત ધારકો લઈ શકે તે માટે શનિ, રવિની રજા દરમ્યાન એટલે કે તા. ૨૮ અને ૨૯ ના રોજ સવારે ૧૦ઃ૩૦ થી  ૨ઃ૦૦ અને  ૨ઃ૩૦ થી  ૪ઃ કલાક સુધી ત્રણેય ઝોન કચેરીના સિવિક સેન્ટરો તથા તમામ વોર્ડ ઓફિસે મિલકત વેરો ભરી શકાશે. રજામાં પણ લાભ લેવા મેયર ડૉ.પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાએ લોકોને અનુરોધ કરેલ છે.

(3:46 pm IST)