Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022

રાજકોટ ઈલેકટ્રીક મરચન્‍ટ એસોસીએશનની સ્‍થાપનાઃ પ્રમુખ જીજ્ઞેશ વેકરીયાઃ કાલે પ્રથમ વાર્ષિક સાધારણ સભા

સંગઠન મજબૂત બનાવાશે, વેપારીઓ નવી- નવી ટેકનોલોજીના વિચારોનું આદાન- પ્રદાન કરશે

રાજકોટ,તા.૨૭: નવી આશા, ઉમંગ એન્‍ડ ઉત્‍સાહ સાથે રાજકોટના ઈલેકટ્રીક વેપારીઓનું એક નવું સંગઠન શ્રી રાજકોટ ઈલેકટ્રીક મરચન્‍ટ એસોસીએશનની તાજેતરમાં સ્‍થાપના થયેલ છે. જેને વેપારીઓ તરફથી બહોળો પ્રતિસાદ મળેલ છે. જેમાં સમગ્ર રાજકોટમાંથી મોટા પ્રમાણમાં ૩૦૦ સભ્‍યો નોંધાયા છે. વેપારમાં નવીનતા અને વિકાસના ઉદ્દેશ સાથે, આ નવું સંગઠન સારી અને શ્રેષ્‍ઠ કામગીરી કરવા કટિબંધ થયેલ હોવાનું વેપારી આગેવાનોએ જણાવ્‍યું હતું.
આ સંગઠન ઘર વપરાશ અને ઔદ્યોગિક ઈલેકટ્રીકના રિટેઈલ વેપારીઓ, જથ્‍થાબંધ વેપારીઓ અને ઈલેકટ્રીકની પ્રોડકટ બનવતા ઉત્‍પાદકો સામેલ છે. આવતીકાલ શનિવાર તા.૨૮ના રોજ શ્રી રાજકોટ ઈલેકટ્રીક મરચન્‍ટ એસોસિએશનની સૌપ્રથમ વાર્ષિક સાધારણ સભા રાત્રીના ૮ વાગે રીયલ સ્‍પાઈસ રેસ્‍ટોરન્‍ટ ૧૫૦ફીટ રીંગ રોડ, શીતલ બીઆરટીએસ બસ સ્‍ટોપ પાસે, રાજકોટ યોજાનાર છે. જેમાં દરેક  સભ્‍યોએ શિસ્‍તના ભાગરૂપે એસોસિએશનનું આઈકાર્ડ પહેરવું ફરજીયાત હોવાનું જણાવાયું છે.
શ્રી રાજકોટ  ઈલેકટ્રીક મરચન્‍ટ એસોસિએશનના નવ નિયુકત હોદ્દેદારો આ મુજબ છે. પ્રમુખ- જીજ્ઞેશભાઈ વેકરીયા (માર્શલ ઈલેકટ્રીક કંપની) (મો.૯૮૨૪૪ ૦૬૦૬૬), ઉપપ્રમુખ- હરિસિંગભાઈ સુચરીયા (સેન્‍ડી હોમ એપ્‍લાઈન્‍સીસ) (મો.૯૮૨૫૦ ૭૫૫૧૮), મંત્રી-  અનિલભાઈ દુધાત્રા (જયશ્રી રામ ઈલેકટ્રીક) (મો.૯૮૨૪૪ ૦૫૦૪૭), કાયદાકીય સલાહકાર- અનિલભાઇ ઝાટકીયા (ગુજરાત સેલ્‍સ), ખજાનચી- સુરેશભાઈ ગુરૂબક્ષાની (સદ્દગુરૂ સેલ્‍સ એન્‍ડ સર્વિસ), સહમંત્રી- અનિરૂધ્‍ધસિંહ ચુડાસમા (રઘુવીર ટ્રેડર્સ) તેમજ કારોબારીમાં વિજયભાઈ હુંબલ (જીવનદીપ ઈલેકટ્રીક), દેવનભાઈ મેહતા (નીતિન ઈલેકટ્રીક), વિક્રમભાઈ સોનારા (ક્રિષ્‍ના ઈલેકટ્રીક), રણછોડભાઈ પટેલ (શ્‍યામ ઈલેકટ્રીક સ્‍ટોર), જતીનભાઈ વાઢેર (અક્ષર ઈલેકટ્રીક) અમરશીભાઈ નસીત (દીપ ઈલેકટ્રીક), નિતેશભાઈ અનડકટ (સુરજ ઈલેકટ્રીકેલ્‍સ), દિપેનભાઈ દોમડીયા (હિન્‍દુતાન ઈલેકટ્રીક), નવીનભાઈ પટેલ (શ્રી રામ ઈલેકટ્રીક), વલ્લભભાઈ રૂપોલિયા (રાજધાની ઈલેકટ્રીક), નૈષદભાઈ પટેલ (નોબલ ઈલેકટ્રીક), પૂર્વાંગભાઈ પારેખ (જે.જે.સેલ્‍સ), ચિરાગભાઈ અકબરી (જે.કે. ઈલેકટ્રીક), શ્રવણભાઈ પ્રજાપતિ (શ્રી ગણેશ ઈલેકટ્રીક), ચંદુભાઈ પટેલ (અંબિકા ઈલેકટ્રીક), રવિભાઈ કારિયા (બજરંગ ઈલેકટ્રીક)ની વરણી કરવામાં આવેલ છે.
શ્રી રાજકોટ ઈલેકટ્રીક મરચન્‍ટ એસોસીએશનના આગેવાનોએ જણાવેલ કે હાલ શહેરમાં ૬૦૦ થી ૭૦૦ ઈલેકટ્રોનિકના હોલસેલ અને રીટેઈલના વેપારીઓ તેમજ ૮૦ થી ૧૦૦ જેટલા ઉત્‍પાદકો છે. સંગઠનને મજબૂત બનાવવા આ સંસ્‍થાાની સ્‍થાપના કરવામાં આવી છે. એકબીજા વેપારીઓ પોતાના વિચારોનું આદાન- પ્રદાન કરશે. નવી ટેકનોલોજીને જાણશે. આગામી સમયમાં પણ અનેક કાર્યક્રમો યોજાશે તેમ અંતમાં જણાવાયું છે. (તસ્‍વીરઃ અશોક બગથરીયા)

 

(3:14 pm IST)