Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022

શ્રીમાળી બ્રાહ્મણ સમાજ રાજકોટ દ્વારા રવિવારે પદ્મભૂષણ પૂ.સ્‍વામી સચ્‍ચિદાનંદજીનો ભવ્‍ય સન્‍માન સમારોહ

૯૨ વર્ષના પૂ.સ્‍વામી સચ્‍ચિદાનંદજીનું ૯૨ દીકરીઓ દ્વારા દીવડાઓથી સ્‍વાગત, પુષ્‍પવર્ષાઃ વિવિધ શહેરોમાંથી જ્ઞાતિના આગેવાનો ઉપસ્‍થિત રહેશે

રાજકોટઃ શ્રીમાળી બ્રાહ્મણ રાજકોટ દ્વારા પરમ પૂજય સ્‍વામી શ્રી સચ્‍ચિદાનંદજી કે જેમને સરકારશ્રી દ્વારા ‘‘પદ્મભૂષણ''થી નવાજવામાં આવ્‍યા છે. તેમનું ભવ્‍યાતી ભવ્‍ય સન્‍માન આ સમારોહનું આયોજન પ્રમુખ સ્‍વામી ઓડીટોરીયમ ખાતે ૨૯મીના રવિવારે સાંજે ૪ વાગ્‍યાથી કરવામાં આવેલ.
આ અંગે માહિતી આપતા શ્રીમાળી બ્રાહ્મણ સમાજ રાજકોટના ડો.રાજેશભાઈ ત્રિવેદી તથા હર્ષદભાઈ ઓઝા જણાવે છે કે ભારત સરકાર દ્વારા રાષ્‍ટ્રનો સર્વોચ્‍ચ એવોર્ડ શ્રેષ્‍ઠ નાગરિક સન્‍માન સાહિત્‍ય અને શિક્ષણ ક્ષેત્રે અમૂલ્‍ય યોગદાન સેવા બદલ પૂજય સ્‍વામી સચ્‍ચિદાનંદજીને ‘પદ્મભૂષણ' એવોર્ડ ભારત સરકારનો એનાયત થયેલ છે. સ્‍વામી સચ્‍ચિદાનંદજીનું નામ કર્ણ પટ પર આવતા જ એક સચોટ, ક્રાંતિકારી, સ્‍પષ્‍ટ વકતા, રાષ્‍ટ્રવાદી સંત તરીકેની એક અનોખી ઓળખ સ્‍વયમ સ્‍પષ્‍ટ નજારો દેખાય એવા સંતનું શ્રીમાળી બ્રાહ્મણ સમાજ રાજકોટના યજમાન પદે સમગ્ર ગુજરાત શ્રીમાળી બ્રાહ્મણ સમાજ સાથે પ્રમુખસ્‍વામી ઓડિટોરિયમ રૈયા ખાતે તા.૨૯ને રવિવારે સાંજે ૪ વાગ્‍યાથી ભવ્‍ય સન્‍માન સમારોહનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં અમદાવાદ, જામનગર, ભાવનગર, વાવ, થરાદ, દિયોદર, મહેસાણા સહિત ૪૬ શહેરોમાંથી શ્રીમાળી બ્રાહ્મણો ઉપસ્‍થિત રહી સ્‍વામીજીનું સન્‍માન કરવામાં આવશે.
સ્‍વામીજી વશે વાત કરીએ તો જે સમગ્ર રાષ્‍ટ્રમાં ગુજરાત માટે ગૌરવ સમા સંત છે તેમનો જન્‍મ ૨૨ એપ્રિલ ૧૯૩૨નાં રોજ ઉત્તર ગુજરાતમાં થયેલ જેમનું વતન મુજપુર આવેલ છે. તેમને વારાણસી સંસ્‍કૃત વિશ્વ વિદ્યાલયમાંથી વેન્‍દાતાચાર્યની પદવી મેળવેલી છે. પૂ.સચ્‍ચીદાન્‍દજી એક કર્મયોગી સંત, સનાતન ધર્મ અને વિજ્ઞાનના પ્રખર ચિંતક અને પ્રચારક છે. જે સમાજ સુધારક, માનવતાવાદી, તત્‍વજ્ઞાની, માનવ કલ્‍યાણવાદી, જેવા કાર્યોમાં નિરંતર જોડાયેલા છે. તેઓ સમાજ અને માનવતાના વિકાસના હિમાયતી છે. તેમનું મૂળ નામ નાનાલાલ ત્રિવેદી તેઓ સમગ્ર વિશ્વમાં ૪૫થી પણ વધારે દેશોનો પ્રવાસ કરી ચુકયા છે. તેઓને શ્રી અરવિંદભાઈ સુર્વણ ચંદ્રક, કાકાસાહેબ પારિતોષિક, દધીચિ એવોર્ડ, દિવાળીબેન મહેતા એવોર્ડ જેવા અનેક પ્રતિષ્‍ઠિત એવોર્ડથી તેમને નવાજવામાં આવ્‍યા છે.
તસ્‍વીરમાં સર્વશ્રી હર્ષદભાઈ ઓઝા, કમલેશભાઈ ત્રિવેદી, હરીશભાઈ ત્રિવેદી, પ્રવિણભાઈ ત્રિવેદી, ડો.રાજેશ એચ. ત્રિવેદી, મહેન્‍દ્રભાઈ ત્રિવેદી, વિમલભાઈ ત્રિવેદી, અરવિંદભાઈ ત્રિવેદી, ડો.ગીરીશભાઈ ત્રિવેદી, નિખીલભાઈ ઓઝા, બિપીનભાઈ ઓઝા, પ્રવિણભાઈ ઓઝા અને વિમલભાઈ એ. ત્રિવેદી નજરે પડે છે.(તસ્‍વીરઃ અશોક બગથરીયા)
સ્‍વામીજી લિખિત પુસ્‍તકનો પણ સ્‍ટોલઃ ૭૦% ડિસ્‍ટકાઉન્‍ટ સાથે મળશે
રાજકોટઃ પ.પૂ.સ્‍વામી સચ્‍ચિદાનંદજી દ્વાારા લિખિત ૧૩૯થી પણ વધારે પુસ્‍તકો છે. જે સામાજિક, શૈક્ષણીક વૈચારિક દ્રષ્‍ટિએ માનવ જીવનમાં ઉન્‍નત પ્રેરણા સમાન છે. તેવી બુકોને અત્રેથી કોઈ ખરીદ કરશે તો ૭૦ ટકા ડિસ્‍કાઉન્‍ટ સાથે આપવામાં આવશે. પ્રવીણ પ્રકાશન રાજકોટ દ્વારા પ્રકાશિત ઉકત પુસ્‍તકો મળશે.

 

(3:13 pm IST)