Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022

પ્રભાત કોમ્પલેક્ષમાં એ.સી. ફીટ કરતી વખતે પડી જતાં જીવંતિકાનગરના નિર્મળસિંહ રાણાનું મોત

શ્રોફ રોડ પર પ્રભાત કોમ્પલેક્ષમાં બનાવઃ હોસ્પિટલમાં ખસેડાયા પણ જીવ ન બચ્યો

રાજકોટ તા. ૨૭: શ્રોફ રોડ પર કિતાબ ઘર નજીક આવેલા પ્રભાત કોમ્પલેક્ષમાં છઠ્ઠા માળે એરકન્ડીશન ફીટ કરતી વખતે અકસ્માતે પડી જતાં ગાંધીગ્રામના ક્ષત્રિય યુવાનનું મોત નિપજતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી.

જાણવા મળ્યા મુજબ ગાંધીગ્રામ જીવંતીકાનગર મેઇન રોડ પર રહેતાં નિર્મળસિંહ રઘુવીરસિંહ રાણા (ઉ.વ.૪૦) એ.સી. ફિટીંગનું કામ કરતાં હોઇ ગઇકાલે તેઓ કારીગર હર્ષદ જેન્તીભાઇ રાઠોડ સાથે શ્રોફ રોડ પર પ્રભાત કોમ્પલેક્ષ છઠ્ઠા માળે એ.સી. ફીટ કરવા ગયા હતાં. જ્યાં કારીગર નીચેના ભાગે હતો અને નિર્મળસિંહ બહારની સાઇડમાં ઉભી ફિટીંગ કરતાં હતાં ત્યારે અકસ્માતે પડી જતાં ગંભીર ઇજા થઇ હતી.

નિર્મળસિંહને સાથેના કારીગર હર્ષદ રાઠોડ સહિતનાએ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતાં. પરંતુ અહિ તેમણે દમ તોડી દીધો હતો. તેઓ એક બહેનથી મોટા હતાં. સંતાનમાં એક પુત્રી છે. બનાવને પગલે પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.

(4:30 pm IST)