Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022

અકિલા પરિવારના મોભી અને જ્ઞાતિ શ્રેષ્‍ઠી કિરીટભાઇ ગણાત્રાના માર્ગદર્શન, સૂચન, અભિપ્રાય, સહયોગ હેઠળ

રાજકોટ લોહાણા મહાજન આયોજીત શ્રી રામકથામાં રામભક્‍તિનો મહાસાગર : ભાવિકો ગાંડાતૂર

શિસ્‍તબધ્‍ધ રીતે અને હૃદયના એક-એક તાંતણા જોડીને સાચા ભાવથી હજ્‍જારો શ્રોતાઓએ અનોખો કેવટ પ્રસંગ માણ્‍યો : ખોડલધામના નરેશભાઇ પટેલ, ધારાસભ્‍ય પરેશભાઇ ધાનાણી, વ્‍હોરા સમાજ અને જૈન સમાજના અગ્રણીઓ, સમગ્ર લોહાણા સમાજના બારોટજી નિકુલભાઇ, મ્‍યુનિસિપલ કમિશનરશ્રી અમિત અરોરા, ડે. કમિશનરોશ્રી આશિષકુમાર અને શ્રી ચેતન નંદાણી, અગ્રણી બિલ્‍ડર્સ, પ્રસિધ્‍ધ કથાકારો અશોકભાઇ ભટ્ટ અને મીરાબેન ભટ્ટ વિગેરે મહાનુભાવોએ કથા શ્રવણનો લ્‍હાવો લીધો : દરરોજની માફક હજ્‍જારો શ્રોતાઓએ અલગ-અલગ મેનુ સાથે ‘હરીહર' કર્યું : હૈયેહૈયું દળાય તેવી ચિક્કાર મેદની : સાંસ્‍કૃતિક કાર્યક્રમમાં રાધા મહેતાનું મનનીય પ્રવચન : દેશ-વિદેશથી શ્રી રામકથા સાંભળવા આવેલ રામભક્‍તો કોર્પોરેટ ટચ સાથેની અપ ટુ ડેટ વ્‍યવસ્‍થા જોઇને આફરીન પોકારી ઉઠયા : દાતાઓ પણ સતત અનરાધાર વરસીને રોજેરોજ દાનનો નવો રેકર્ડ સર્જી રહ્યા છે. : મહાજન પ્રમુખ રાજુભાઇ પોબારૂ અને કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ સહિતની ટીમની અથાગ મહેનત : ૨૯ મે રવિવાર પૂર્ણાહુતિના દિવસે શ્રી રામકથાનો સમય સવારે ૯ થી બપોરે ૧ સુધીનો રહેશે : કથા બાદ મહાપ્રસાદ

દિવ્‍યતા - ભવ્‍યતા સાથેની શ્રી રામકથામાં વ્‍યાસપીઠ ઉપરથી પૂજ્‍યશ્રી ભૂપેન્‍દ્રભાઇ પંડયાના આશિર્વાદ મેળવતા ખોડલધામના શ્રી નરેશભાઇ પટેલ, અમરેલીના કોંગ્રેસના ધારાસભ્‍યશ્રી પરેશભાઇ ધાનાણી, રાજકોટ દાઉદી વ્‍હોરા સમાજના અગ્રણીઓ યુસુફઅલીભાઇ, શાકીરભાઇ, અસગરભાઇ, અબ્‍બાસભાઇ, જૈન સમાજના અગ્રણીઓશ્રી ચંદ્રકાંતભાઇ શેઠ, જીતુભાઇ ચાવાળા વિગેરે નજરે પડે છે. શ્રી રામકથાનું રસપાન કરતા રાજકોટ મ્‍યુનિસિપલ કમિશનરશ્રી અમીત અરોરા, ડે. કમિશનરો શ્રી આશિષકુમાર અને શ્રી ચેતનભાઇ નંદાણી, રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખશ્રી રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ, ટ્રસ્‍ટીઓ ડો. પરાગભાઇ દેવાણી, હિરેનભાઇ ખખ્‍ખર, સમગ્ર લોહાણા સમાજના બારોટજી શ્રી નિકુલભાઇ અને તેમના પુત્ર અભિજીતભાઇ, પીજીવીસીએલના શ્રી દિલીપભાઇ પૂજારા, પ્રસિધ્‍ધ કથાકારોશ્રી અશોકભાઇ ભટ્ટ અને મીરાબેન ભટ્ટ નજરે પડે છે. હજ્‍જારો ભાવિકોની હાજરીમાં પવિત્ર આરતીનો લાભ લેતા લોહાણા મહાજન ટ્રસ્‍ટીશ્રી શ્‍યામલભાઇ સોનપાલ, શ્રીમતિ શિવાનીબેન સોનપાલ, ડો. બાંસુરી સોનપાલ, ડો. પ્રકાશભાઇ મોઢા, મહાજન ટ્રસ્‍ટીઓશ્રી તુષારભાઇ ગોકાણી, મનિષભાઇ ખખ્‍ખર વિગેરે નજરે પડે છે. વ્‍યાસપીઠ ઉપર પવિત્ર પોથીજીના આશિર્વાદ મેળવતા શ્રી રામકથાના મુખ્‍ય યજમાન દંપતિ શ્રી સતીષભાઇ જયંતિભાઇ કુંડલીયા અને રીટાબેન સતિષભાઇ કુંડલીયા, જયભાઇ કિશોરભાઇ કોટક અને સોનિયાબેન કોટક તથા હિતેનભાઇ પારેખ દક્ષિણિ અને મનિષાબેન પારેખ નજરે પડે છે. કેવટ પ્રસંગ દરમિયાન શ્રી રામજી, સીતાજી, લક્ષ્મણજી અને કેવટનું આબેહૂબ પાત્ર ભજવનાર સિધ્‍ધાર્થ પોબારૂ, પરીતાબેન પોબારૂ, દિશીત પોબારૂ અને ધવલ કારીયા નજરે પડે છે. ઇન્‍સેટ તસ્‍વીરમાં રાધા મહેતા પ્રવચન આપી રહ્યા છે.
રાજકોટ તા. ૨૭ : વિશ્વના સૌથી મોટા લોહાણા મહાજન અને શહેરના અઢી લાખ રઘુવંશીઓની માતૃસંસ્‍થા શ્રી રાજકોટ લોહાણા મહાજન દ્વારા તા. ૨૯ મે ૨૦૨૨ સુધી શ્રી રામનગરી, ચૌધરી હાઇસ્‍કુલ મેદાન, રાજકોટ ખાતે ભવ્‍ય - દિવ્‍ય - અલૌકિક શ્રી રામકથાનું આયોજન દરરોજ સાંજે ૪.૩૦ થી ૮.૩૦ વાગ્‍યા દરમિયાન કરવામાં આવ્‍યું છે. જેમાં મુખ્‍યવકતા તરીકે આંતરરાષ્‍ટ્રીય ખ્‍યાતિ પ્રાપ્‍ત પૂજ્‍યશ્રી ભૂપેન્‍દ્રભાઇ પંડયા પોતાની અમૃતવાણી થકી હજ્‍જારો ભાવિકોને દરરોજ શ્રી રામકથાનું રસપાન કરાવી રહ્યા છે.
ગઇકાલે શ્રી રામકથાના છઠ્ઠા દિવસે શ્રી રામનગરી ખાતે રામભકિતો રીતસર મહાસાગર ઘૂઘવ્‍યો હોય તેવા અલૌકીક દૃશ્‍યો સર્જાયા હતા. શ્રી રામકથા સાથે શિસ્‍તબધ્‍ધ રીતે હજ્‍જારો ભાવિકો ગાંડાતૂર બની ગયા હતા. હૃદયના એક-એક તાંતણા જોડીને સાચા ભાવથી હજ્‍જારો શ્રોતાઓએ અનોખો કેવટ પ્રસંગ માણ્‍યો હતો. કેવટ પ્રસંગને નાટકીય અને આકર્ષકરૂપ આપીને શ્રી રામજી, સીતાજી, લક્ષ્મણજી અને કેવટના પાત્રોને હૂબહૂ રજુ કરવામાં આવ્‍યા હતા. શ્રી રામજીનું પાત્ર સિધ્‍ધાર્થ પોબારૂએ, સીતાજીનું પાત્ર પરીતાબેન પોબારૂએ, લક્ષ્મણજીનું પાત્ર દિશીત પોબારૂએ તથા કેવટનું પાત્ર ધવલ કારીયાએ ભજવ્‍યું હતું. શ્રી રામકથામાં આ રીતે કેવટ પ્રસંગની ઉજવણી થઇ હોય તેવું પ્રથમ વખત બન્‍યું હોવાનું વ્‍યાસપીઠ પરથી પૂજ્‍ય શ્રી ભૂપેન્‍દ્રભાઇ પંડયાએ જણાવ્‍યું હતું.
શ્રી રામકથાનું શ્રવણ કરવા ગઇકાલે પણ વિવિધ ક્ષેત્રોના આગેવાનો, કથાકારો, ધાર્મિક અગ્રણીઓ પધાર્યા હતા અને શ્રી રામનામમાં લીન બન્‍યા હતા. ઉપરાંત પૂજ્‍ય ગુરૂજીના આશિર્વાદ લઇને પવિત્ર આરતીનો પણ લાભ લીધો હતો. ખોડલધામના શ્રી નરેશભાઇ પટેલ, અમરેલીના ધારાસભ્‍યશ્રી પરેશભાઇ ધાનાણી, દાઉદી વ્‍હોરા સમાજના અગ્રણીઓ યુસુફઅલીભાઇ (જોહર કાર્ડસ), શાકીરભાઇ કાચવાલા, અસગરભાઇ વંથલીવાળા, અબ્‍બાસભાઇ ત્રવાડી, રાજકોટ જૈન સમાજના અગ્રણીઓ શ્રી ચંદ્રકાંતભાઇ શેઠ, જીતુભાઇ ચા વાળા, ભાજપ અગ્રણી શ્રીમતી જશુમતીબેન કોરાટ, સમગ્ર લોહાણા સમાજના બારોટજી નિકુલભાઇ અને તેમના પુત્ર અભિજીતભાઇ, પીજીવીસીએલના શ્રી દિલીપભાઇ પૂજારા, રાજકોટ મહાનગરપાલિકાના મ્‍યુનિસિપલ કમિશનરશ્રી અમિત અરોરા (આઇએએસ), ડે. કમિશનરશ્રી આશિષકુમાર (આઇએએસ), ડે. કમિશનરશ્રી ચેતનભાઇ નંદાણી, અગ્રણી બિલ્‍ડર્સ શ્રી સરવાનંદભાઇ સોનવાણી (આર.કે.બિલ્‍ડર્સ), શ્રી મુકેશભાઇ શેઠ (શેઠ બિલ્‍ડર્સ), પ્રસિધ્‍ધ કથાકારો શ્રી અશોકભાઇ ભટ્ટ અને મીરાબેન ભટ્ટ, ડો. પ્રકાશભાઇ મોઢા, ડો. વિશાલભાઇ મોઢા, ડો. ત્રિશાંતભાઇ ચોટાઇ, શ્રીમતિ કાશ્‍મીરાબેન નથવાણી, પ્રફુલભાઇ મોદી (મુંબઇ), ચોટીલાના ચામુંડા માતાજી મંદિરના મહંત પરિવારના શ્રી જગદીશગીરી ગોસાઇ, ગોપાલગીરી ગોસાઇ, રૂપેશગીરી ગોસાઇ વિગેરે નિતીનભાઇ નથવાણી, ધીરૂભાઇ કાનાબાર વિગેરે મહાનુભાવોએ શ્રી રામકથાનો લ્‍હાવો લીધો હતો.
 દરરોજ કથા વિરામ બાદ અલગ-અલગ મેનુ સાથે હજ્‍જારો લોકો પ્રસાદ (હરીહર) લેતા હોય, ગઇકાલે પણ હૈયેહૈયું દળાય તેવી ચિક્કાર મેદની ઉમટી પડી હતી. દરેક ભાવિકોએ શિસ્‍તબધ્‍ધ રીતે ધાર્મિક - પવિત્ર વાતાવરણમાં ‘હરીહર' કર્યું હતું. પ્રસાદ બાદ સાંસ્‍કૃતિક કાર્યક્રમમાં જૂનાગઢના સુપ્રસિધ્‍ધ વકતા રાધાબેન મહેતાએ ‘રઘુવંશ' ઉપર મનનીય પ્રવચન આપ્‍યું હતું.
દેશ-વિદેશથી અને સમગ્ર સૌરાષ્‍ટ્ર - ગુજરાતમાંથી ઐતિહાસિક શ્રી રામકથાનું રસપાન કરવા આવતા સેંકડો રામભકતો શ્રી રામનગરી, રાજકોટ ખાતેની કોર્પોરેટ ટચ સાથેની અપ ટુ ડેટ વ્‍યવસ્‍થા જોઇને રીતસર આફરીન પોકારી ઉઠયા હતા. સૌ કોઇ રાજકોટ લોહાણા મહાજનના સેવાકીય - અસામાન્‍ય - અલૌકીક કાર્યની ભારોભાર સરાહના કરી રહ્યા છે. દાતાઓ દ્વારા પણ સતત દાનનો ધોધ વરસી રહ્યો છે અને રોજેરોજ દાનના નવા રેકર્ડસ સર્જાઇ રહ્યા છે. શ્રી રામકથામાં સરપ્‍લસ થતું દાન ભવિષ્‍યમાં જ્ઞાતિ ઉત્‍કર્ષના કાર્યોમાં અને જ્ઞાતિના સર્વાંગી વિકાસકાર્યોમાં ઉપયોગમાં લેવાશે તેવું રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ રાજુભાઇ પોબારૂએ જણાવ્‍યું હતું.
ઐતિહાસિક શ્રી રામકથાનું સુચારૂ અને સચોટ આયોજન સતત જળવાઇ રહે અને ડોમ, પ્રસાદ, પાર્કિંગ સહિતની એક પણ વ્‍યવસ્‍થામાં કચાશ ન રહે તે માટે રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ રાજુભાઇ પોબારૂ અને કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ સહિતના તમામ હોદ્દેદારો ટ્રસ્‍ટીઓ અકિલાના મોભી, લોહાણા જ્ઞાતિના શુભચિંતક, રાજકોટ લોહાણા મહાજનના પથદર્શક, જ્ઞાતિ શ્રેષ્‍ઠીશ્રી કિરીટભાઇ ગણાત્રાને શરૂઆતથી જ મળીને તેમનું સતત માર્ગદર્શન, અભિપ્રાય, સૂચન, સહયોગ મેળવી રહ્યા છે.
રાજકોટ લોહાણા મહાજનના ઇતિહાસમાં પ્રથમ વખત યોજાયેલ ઐતિહાસિક, પવિત્ર, અલૌકિક શ્રી રામકથા સફળ બનાવવા માટે રાજકોટ લોહાણા મહાજનના  પ્રમુખશ્રી રાજૂભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ, મહાજન ઉપપ્રમુખશ્રી યોગેશભાઇ પૂજારા-પૂજારા ટેલિકોમ, મંત્રીઓ રીટાબેન કોટક અને ડો. હિમાંશુભાઇ ઠકકર, ઇન્‍ટરનલ ઓડીટર ધવલભાઇ ખખ્‍ખર, ટ્રસ્‍ટીઓ શ્‍યામલભાઇ સોનપાલ, ડો. પરાગભાઇ દેવાણી, જીતુભાઇ ચંદારાણા, કિશોરભાઇ કોટક, હિરેનભાઇ ખખ્‍ખર,  મનિષભાઇ ખખ્‍ખર,  તુષારભાઇ ગોકાણી, જતીનભાઇ કારીયા,  દિનેશભાઇ બાવરીયા, હરીશભાઇ લાખાણી, રીટાબેન કુંડલીયા, જયશ્રીબેન સેજપાલ, રંજનબેન પોપટ, ડો. આશીષભાઇ ગણાત્રા, શૈલેષભાઇ પાબારી, યોગેશભાઇ જસાણી, પ્રદિપભાઇ સચદે, ધવલભાઇ કારીયા, અલ્‍પાબેન બચ્‍છા, વિધિબેન જટાણીયા, દિપકભાઇ પોપટ સહિતના વિવિધ લોહાણા - અગ્રણીઓ - જ્ઞાતિજનો હિતેનભાઇ પારેખ દક્ષિણી, સિધ્‍ધાર્થભાઇ પોબારૂ, દિશીત પોબારૂ, ચંદુભાઇ રાયચુરા, તમામ મહિલા મંડળો, જલારામ સેવા સમિતિ, ૧પ૦ ફુટ રીંગ રોડ, રઘુવંશી પરિવારજનો, વાણીયાવાડી જલારામ જયંતિ સમિતિ, લોહાણા કર્મચારી મંડળ અને યુવક મંડળના સભ્‍યો, અગ્રણીશ્રી બિપીનભાઇ કેસરીયા તથા દાણાપીઠ - માર્કેટીંગ યાર્ડનું સંગઠન, ગાંધીગ્રામ વિસ્‍તાર લોહાણા સંગઠન કેટરીંગ એસોસીએશનના સભ્‍યો, શ્રી રામકથા  સંદર્ભે  રચાયેલ વિવિધ કમિટીઓ, રઘુવંશી એકતા મિશનના કાર્યકરો વિગેરે ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

 

(3:11 pm IST)