Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022

હવે રાત્રે પણ સ્વીમીંગ પૂલમાં મારી શકાશે ધુબાકાઃ ક્રિષ્ના વોટર પાર્ક ગ્રુપની પહેલ

સાંજે ૪ થી રાત્રીના ૧૦ સુધીનું સ્ટાર લાઇટ પેકેજ : માત્ર રૃ.૩૫૦ માં મજા મજા

રાજકોટ તા. ૨૭ : સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાં પ્રથમ કહી શકાય તેવી રાત્રે સ્વીમીંગ પુલમાં એન્ટરટેઇનમેન્ટની પહેલ ક્રિષ્નાપાર્ક ગ્રુપના હરીભાઇ પટેલ તથા સુરેશભાઇ પટેલે કરી છે.

હાલ સૌરાષ્ટ્રમાં ગરમીનું પ્રમાણ ૪૫ ડીગ્રી સુધી પહોંચ્યુ છે. ત્યારે કાળજાળ ગરમીમાં લોકોને રાહત મળે તે માટે સવારે ૧૦ થી વોટર એન્ટરટેઇનમેન્ટ માટે ખુલી જાય છે. તેમાં હવે નવી પહેલ રૃપે સાંજે ૪ થી રાત્રીના ૧૦ સુધી નવુ સ્ટાર લાઇટ પેકેજ અમલી બનાવાયુ છે. ફકત રૃ.૩૫૦ જેવી નજીવી એન્ટ્રી ફી સાથે રાત્રીના પણ વોટર પાર્કની મજા માણી શકાશે.

૧૯૯૯ થી કાર્યરત ક્રિષ્ના વોટર પાર્ક પાણી સાથે મનોરંજન પુરૃ પાડવા હંમેશા નવીનતા લાવતુ રહ્યુ છે. આ વર્ષે પણ ઘણી નવી રાઇડ્સ ઉમેરવામાં આવી છે. ગુજરાતમાં એક માત્ર ૫૫ ફુટની હાઇટથી સ્કાય ફોન તેમજ ૧ હજાર ફુટ લાંબુ રીવર ક્રુઝ અહીં આકર્ષણનું કેન્દ્ર બન્યુ છે. તેમજ ટર્બો સ્ટાર સમગ્ર ગુજરાતમાં કયાંય નથી. જે એક નવા જ પ્રકારની ટયુબરાઇડ છે. ઉપરાંત મલ્ટીલેન, સાયકલોન, ફેમીલી બોડી રાઇડ, બાળકો માટે મલ્ટી પ્લે સ્ટેશન, જંગલ થીમ સાથે અસંખ્ય રાઇડ આ વોટર પાર્કમાં સામેલ છે.

અહીં હાઇજેનીક અને શુધ્ધ સ્વાદીષ્ટ પંજાબી, ચાઇનીઝ, કાઠીયાવાડી, સાઉથ ઇન્ડીયન, ફાસ્ટફુડની અનેક વેરાયટી ઉપલબ્ધ કરવામાં આવેલ છે. સહેલાણીઓ માટે કોટેજીસ રૃમ્સ, કોસ્ચ્યુમ સુવિધા પણ છે. ઉપરાંત કોર્પોરેટર કલ્ચર માટે કોન્ફરન્સ હોલની સુવિધા પણ છે. હાલ ડેસ્ટીનેશન વેડીંગમાં પણ આ સ્થળ ઉપર પસંદગી ઉતારવામાં આવી રહી છે.

ક્રિષ્ના વોટર પાર્ક ગ્રુપના હરીભાઇ પટેલ અને સુરેશભાઇ પટેલના ૪૦ વર્ષના અનુભવો ઉપરાંત વડીલોના માર્ગદર્શન હેઠળ સંજયભાઇ કણસાગરા અને જયભાઇ કણસાગરા સતત નવી સુવિધાઓ ઉમેરી રહ્યા છે. વધુ માહીતી માટે મો.૭૨૧૧૧ ૯૦૯૦૮ અથવા ૯૦૩૩૦ ૫૧૫૧૩ ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયુ છે.

(3:00 pm IST)