Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022

વિદેશી દારૃના જથ્થાના કેસમાં પોલીસની રીમાન્ડ અરજી રદ : આરોપી જામીન પર

રાજકોટ તા.૨૭ : વિદેશી દારૃના જથ્થાના કેસમાં પોલીસની રીમાન્ડ અરજી ફગાવી આરોપીને જામીન મુકત કરવાનો કોર્ટે હુકમ કર્યો હતો.

આ કેસની ટુંકમાં હકીકત એવી છે કેશાપર-વેરાવળ પોલીસ સ્ટેશનમાં વિદેશી દારૃની ૧૨૫ બોટલ સાથે ઝડપાયેલ આરોપી સામે ગુન્હો નોંેધાયેલ હતો.

આ ફરીયાદનાં કામે પોલીસે એક પછી એક ચાર આરોપીઓ મેરામણ ઉર્ફે રમેશ, જીતુ, ધર્મેશ ઉર્ફે ભુરો તથા કમલેશની અટક કરેલ અને મુદામાલમાં એક બુલેટ તથા એક બોલેરો કબજે કરેલ. અટક કરાયેલ ચારેય આરોપીઓને કોર્ટે જામીન પર મુકત કર્યા બાદ પોલીસે આ કામે વધુ એક આરોપી વનરાજ ઉર્ફે લાલા બુટલેગર હોય, અગાઉ પણ દારૃના ગુન્હામાં સંડોવાયેલ હોય જેથી આરોપીના દિવસ-૩ ના રીમાન્ડ માંગેલ. આરોપીના એડવોકેટ વિવેક સાતા દ્વારા રીમાન્ડ અરજી નામંજુર કરી આરોપીને રૃા.૧૫,૦૦૦/- ના જાતમુચરકાના જામીન  પર મુકત કરવાનો હુકમ ફરમાવેલ છે.

આ કામે આરોપી તરફે યુવા એડવોકેટ વિવેક સાતા તેમજ નિધી સાતા રોકાયેલા હતા.

(2:54 pm IST)