Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022

ક્રાઇમ બ્રાંચને બાતમી ક્રિકેટ જુગારની આઇ.ડી.ની ને નિકળી પડયો દારૃ...!!

એરપોર્ટ રોડ પરથી ક્રાઇમ બ્રાંચે મનીષ ટાંકને આંતરી જડતી લેતા ગોલ્ડ લેબલ રિઝર્વ અને બ્લેક એન્ડ વ્હાઇટ સ્કોચ મળી આવીઃ ગોવાથી બાય એર આવ્યો'તો

રાજકોટ, તા., ૨૭: શહેરના એરપોર્ટ રોડ પર સર્કલ પાસે ક્રિકેટ જુગારની આઇ.ડી.ની બાતમી મળતા ક્રાઇમ બ્રાંચે દરોડો પાડી શાંતિનિકેતન પાર્કના શખ્સને દારૃની બે બોટલ અને ચાર ચપલા સાથે પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ શહેરના એરપોર્ટ રોડ પર એક શખ્સ ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો હોવાની ક્રાઇમ બ્રાંચના એએસઆઇ બલભદ્રસિંહ જાડેજાએ હેડ કોન્સ. મહિપાલસિંહ ઝાલાને બાતમી મળતા એરપોર્ટ રોડ પર સર્કલ પાસે એક શખ્સને રોકી તેનો મોબાઇલ ચેક કરતા ક્રિકેટ જુગારને લગતી કોઇ આઇડી મળી આવી ન હતી બાદ તેની જડતી કરતા તેના હાથમાં રહેલો થેલો તપાસતા થેલામાં કપડાની નીચે છુપાવેલ રૃા. ૧૦,૦૦૦ની કિંમતની ગોલ્ડ લેબલ રીઝર્વ બ્લેન્ડેડ સ્કોચ વ્હીસ્કીની રૃા. ૧૪૦૦ની કિંમતના ચાર ચપલા મળી આવતા નૈમીષ રમેશભાઇ ટાંક (ઉ.વ.૩૮ા (રહે. દોઢસો ફુટ રોડ રામાપીર ચોકડી પાસે શાંતીનિકેતન પાર્ક-ર)ને પકડી લઇ રૃા. ૧૧,૪૦૦નો મુદામાલ કબ્જે કર્યો હતો. પોલીસે તેની પુછપરછ કરતા નૈમીષ પ્રાઇવેટ નોકરી કરે છે. ગઇકાલે તે ગોવાથી પ્લેનમાં રાજકોટ આવ્યા બાદ તેને તેડવા માટે આવેલા કૌટુંબીક સગાના એકટીવામાં બેસી ઘરે જતો હતો.

(2:51 pm IST)