Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022

વાવડી ભંગાર આપવા આવેલા શાપરના સાગર પરમારનું બેભાન થઇ જતાં મોત

રાજકોટ તા. ૨૭: શાપરના રામદેવનગરમાં રહતો સાગર વસંતભાઇ પરમાર (રજપૂત) (ઉ.વ.૨૭) નામનો યુવાન સાંજ પાંચેક વાગ્‍ય વાવડીમાં રિયલ વે બ્રીજ પાસે ભંગારના ડેલે ભંગાર પસ્‍તી આપવા આવ્‍યો ત્‍યાર એકાએક ચક્કર આવતાં પડી જતાં બેભાન થઇ ગયો હતો. તેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ તબિબે મૃત જાહેર કરતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે શાપર પોલીસને જાણ કરી હતી. સાગર ત્રણ ભાઇ અને બે બહેનમાં ત્રીજો હતો અને છુટક મજૂરી કરતો હતો. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે.D

(11:51 am IST)