Gujarati News

Gujarati News

News of Wednesday, 27th May 2020

અમદાવાદથી આવેલા રાજકોટ સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ ડોકટરને તાવ-શરદીઃ કોરોના રિપોર્ટ કરાવાયો

સદ્દનસિબે રિપોર્ટ નેગેટિવ આવ્યોઃ જો પોઝિટિવ આવ્યો હોત તો બીજા ૧૩ રેસિડેન્ટને પણ કવોરન્ટાઇન કરવા પડ્યા હોત

રાજકોટ તા. ૨૭: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાંથી તબિબોને ફરજ પર મોકલવામાં આવે છે. ત્યાંથી તેઓ નિયત દિવસોમાં પરત આવે પછી ફર્ન હોટેલ ખાતે કવોરન્ટાઇન રાખવામાં આવે છે. આવા જ એક રેસિડેન્ટ ડોકટર અમદાવાદથી આવ્યા બાદ બે-ત્રણ દિવસથી તાવ-શરદીના લક્ષણો જોવા મળ્યા હતાં. આ કારણે બીજા તબિબોમાં ચિંતા ફેલાઇ ગઇ હતી. આજે સવારે કોરોના ટેસ્ટ માટે સેમ્પલ લેવામાં આવ્યા હતાં. બપોરે દોઢ વાગ્યે રિપોર્ટ નેગેટિવ જાહેર થતાં સોૈએ રાહત અનુભવી હતી. જો આ તબિબનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોત તો એક સાથે બીજા તેર રેસિડેન્ટ ડોકટર્સને કવોરન્ટાઇન કરવા પડ્યા હોત. તબિબી અધિક્ષક ડો. મનિષ મહેતા અને આરએમઓ ડો. એમ. સી. ચાવડા હોસ્પિટલના તબિબો, નર્સિંગ સ્ટાફ તથા અન્ય સ્ટાફ કોરોનાના સંક્રમણથી સતત સુરક્ષીત રહે તે રીતે ફરજ બજાવવા સોૈને સતત જાગૃત રાખતા રહે છે.

(3:58 pm IST)