Gujarati News

Gujarati News

News of Wednesday, 27th May 2020

રાજકોટ એરપોર્ટ પર ખાસ આઇસોલેશન રૂમ ઉભો કરાયોઃ મુંબઇથી ૩પ મુસાફરો આવશેઃ રાજકોટથી ૪૦ જશે

મુંબઇથી આવનાર દરેક મુસાફરે ૧૪ દિવસ ફરજીયાત હોમ કોરોન્ટાઇન રહેવું પડશે : સિવિલ હોસ્પીટલ-કોર્પોરેશનની આરોગ્ય ટીમ-માસ્ક-સેનેટરાઇઝર-એરપોર્ટ-સ્પાઇસ જેટ-પોલીસનો સજ્જડ બંદોબસ્ત : કુલ ૧૪૪ સીટના પ્લેનમાં હાલ માંડ ર૮ થી ૩૦ ટકા બુકીંગ થયું છે :રાજકોટ આવનાર-જનાર ફલાઇટ અંગે કલેકટર તંત્ર દ્વારા પણ સુપરવીઝન કાલે પ્લેન આવશેઃ શુક્રવારે નહી આવેઃ ફરી શનિ-રવી આવશેઃ ૩૧ મી સુધી જ ઓનલાઇન દેખાડે છેઃ ૧લી જુનથી ફરી રાજકોટ આવવા અંગે હાલ નક્કી નથી

રાજકોટ, તા., ર૬: આવતીકાલથી રાજકોટ-મુંબઇ વચ્ચે બરોબર ૬૩ દિવસ બાદ ફલાઇટ શરૂ થનાર હોય પોલીસ, એરપોર્ટ સત્તાવાળાઓ, સ્પાઇસ જેટનો ફુલ સ્ટાફ, કોર્પોરેશન, સીવિલ હોસ્પિટલ, જીલ્લા આરોગ્ય સત્તાવાળાઓ સહિત તમામ તંત્ર સાબદા બની ગયા છે, તો કલેકટર તંત્ર દ્વારા પણ સુપરવિઝન શરૂ કરાયું છે.કાલે સ્પાઇલ જેટની ફુલ ૧૪૪ સીટ ધરાવતી ફલાઇટ મુંબઇથી ઉપડી રાજકોટ ૮ વાગ્યે આવી પહોંચશે. જેમાં બપોરે ર વાગ્યે મળતા રીપોર્ટ મુજબ મુંબઇથી હાલ ૩પ મુસાફરો રાજકોટ એરપોર્ટ ઉપર ઉતરશે. આ ફલાઇટ આવ્યા બાદ ૮-૩૦ કલાકે રાજકોટથી મુંબઇ જવા રવાના થશે, જેમાં ૪૦ મુસાફરોએ બુકીંગ કર્યું છે. ટુંકમાં ૧૪૪ બેઠક વાળા પ્લેનમાં હાલ માંડ ર૮થી ૩૦ ટકા બુકીંગ થયું છે. કોરોનાએ લોકોમાં ભારે ભય ઉભો કર્યો છે.

દરમિયાન એરપોર્ટના વિશ્વાસપાત્ર વર્તુળોના ઉમેર્યા પ્રમાણે એરપોર્ટ ઉપર જ એક આખો આઇસોલેશનરૂમ ઉભો કરાયો છે એવા સીસ્ટમ્સ કોઇ મુસાફરને જણાવતો તૂર્ત જ તે રૂમમાં લઇ જવાશે. મેડીકલ ટીમો ચેક કરશે, એરપોર્ટ ઉપર સીવિલ હોસ્પિટલ-કોર્પોરેશનની આરોગ્ય ટીમ-ડોકટરો તૈનાત રહેશે. આ ઉપરાંત લેબ ચેકીંગ ફરજીયાત-પ્લેનમાં ૧૦-૧૦ને જ એન્ટ્રી-સેનેટાઇઝર-માસ્ક સહિતના સરકારના તમામ નિયમોનું કડકપણે પાલન થશે. પોલીસનો પણ સઘન બંદોબસ્ત રહેશે. દરમિયાન જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી ભંડેરીએ અકિલાને જણાવેલ કે, મુંબઇથી આવનાર દરેક મુસાફરે ૧૪ દિવસ ફરજીયાત હોમ કોરોન્ટાઇન થવું પડશે.

દરમિયાન કાલથી શરૂ થનાર ફલાઇટ અંગે સુત્રોએ ઉમેર્યું હતું કે કાલે મુંબઇ-રાજકોટ-મુંબઇ ફલાઇટ આવશે, ફરી શુક્રવારે નહિ આવે અને શનિ-રવિ એમ બે દિવસ પાછી આવશે. ટુંકમાં કાલથી ૪ દિવસમાં શુક્રવારે ફલાઇટ નહીં આવે ઓનલાઇનમાં પણ ૩૧ તારીખ સુધી જ બુકીંગ અંગે દેખાડે છે.

૩૧મી બાદનું દેખાડતા નથી, એટલે ૧લી જુનથી મુંબઇ-રાજકોટ-મુંબઇ ફલાઇટનું હાલ કંઇ નક્કી નથી, ઉડશે કે કેમ તે પણ મોટો પ્રશ્ન ઉભો થયો છે.

(3:44 pm IST)