Gujarati News

Gujarati News

News of Wednesday, 27th May 2020

રાજકોટમાં કાલથી માત્ર ૫૦ રૂપિયામાં મેડીકલ સ્ટોર્સ ઉપરથી N95 માસ્ક મળશે

સૌરાષ્ટ્રના અમુક શહેરોમાં પણ N95 માસ્કનો જથ્થો આજે પહોંચી જશેઃ અઠવાડીયાના અંત સુધીમાં સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં N95 માસ્ક મળવા લાગશે

રાજકોટ, તા. ૨૭ :. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરાયેલ કોરોના (COVID-19) સામે લડવામાં તકેદારી રૂપે ફેઈસ માસ્કને અનિવાર્ય ગણવામાં આવી રહ્યા છે. જેમાં સલામત ગણાતા N95 માસ્ક સમગ્ર રાજકોટમાં આવતીકાલથી મેડીકલ સ્ટોર્સ ઉપરથી માત્ર રૂ. ૫૦માં મળશે તેવુ કેમીસ્ટ એસોસીએશન રાજકોટ તથા સૌરાષ્ટ્ર-કચ્છ કેમીસ્ટસ એન્ડ ડ્રગીસ્ટસ એસોસીએશનના પ્રમુખ મયુરસિંહ જાડેજા તથા મંત્રી અનિમેષ દેસાઈએ અકિલાને જણાવ્યુ હતું.

સૌરાષ્ટ્ર-કચ્છમાં અમુક સેન્ટર્સ ઉપર પણ આજે રાત સુધીમાં N95 માસ્કનો જથ્થો પહોંચી જશે. અઠવાડીયાના અંત સુધીમાં સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં N95 માસ્ક મેડીકલ સ્ટોર્સ ઉપરથી માત્ર રૂ. ૫૦માં મળવા લાગશે તેવુ એસોસીએશનના હોદેદારો જણાવી રહ્યા છે. આ N95 માસ્ક આઈ.એસ.આઈ. સર્ટીફાઈડ, પાંચ લેયરવાળા તથા ૨૦૦ જીએસએમ મટીરીયલવાળા બનાવવામાં આવ્યા છે. આ રીતે નિયમ મુજબ તમામ માપદંડો સાથે બનાવાયેલ સારી કવોલિટીના માસ્કનો સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છના લોકોને લાભ મળશે તેવુ સંસ્થાના હોદેદારો જણાવે છે.

હાલમાં અમદાવાદ તથા વડોદરામાં મેડીકલ સ્ટોર્સ ખાતેથી આ ટાઈપના N95 માસ્ક ૫૦ રૂ.મા મળી રહ્યાનું જાણવા મળે છે. ધીમે ધીમે સમગ્ર ગુજરાતમાં નિયમિત રીતે ૫૦ રૂપિયામાં N95 માસ્ક મળશે તેવુ પણ દવાબજારના અગ્રણીઓ જણાવી રહ્યા છે.

(3:38 pm IST)