Gujarati News

Gujarati News

News of Wednesday, 27th May 2020

ઓશોનું નવુ તરોતાજા મેગેઝીન ઓશો વર્લ્ડ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરે ઉપલબ્ધ

લોકડાઉનને કારણે એપ્રીલ, મે જુનના અંક પ્રકાશીત નહી થાય

રાજકોટઃ ઓશો પુના આશ્રમ દ્વારા ૧૯૦૪ ને ર૧ માર્ચે 'રજનીશ ન્યુઝ લેટર' નામથી ચાર પેઇઝ-૩, ૧૩ પ્રાદેશીક ભાષામાં સાપ્તાહીક પ્રકાશીત કરેલ જે ૧ તથા ૧પ તારીખ પ્રકાશીત થતું જેની છૂટક કિંમત ૧.રપ પૈસા હતી અને વાર્ષિક લવાજમ ર૪ રૂ. હતું.  વર્ષના ર૪ અંકો પ્રકાશીત થતા. ત્યારબાદ ક્રમશ અનેક ઓશોના મેગેઝીનો પ્રકાશીત થયા અને થતા રહે છે. ૧૯૭૪ થી ઓશો મેગેઝીનો સાથે સ્વામિ સત્ય પ્રકાશ જોડાયલા છે જે આજે ૪૬ વર્ષોથી લોકો સુધી ઓશો મેગેઝીનો ઓશો સન્યાસી તથા પ્રેમીઓને પહોચાડી રહ્યા છે.

હાલમાં લોકડાઉન કારણે ઓશો વર્લ્ડનો એપ્રિલનો અંક લેઇટ આવેલ છે જેના મુખ્ય કેન્દ્ર બિંદુઓ આ મુજબ છે. દિલ્હીથી પ્રકાશીત થતુ માસીક હિન્દીમાં ઓશો વર્લ્ડ :- જાગો સખી, વસંત આ ગયા, ઇસ મંદિર કે સભી દ્વાર ખુલે હૈ, ઢાઇ અક્ષર પ્રેમ કા, સ્વધર્મ કી ખોજ, નિજતા હી તુમ્હારી  આત્મા હૈ, વિધિ કો સાધો-અવિધિ કો ઉપલબ્ધ હો જાઓ. ક્રોધ કો દબાઇએ  મત આત્મા મૈલી હોતી હી નહી, જીવન કા અસલી વકતવ્ય, પૂર્વ મિલન કી રાત્રી, મૈ પ્રેમ કરને  વાલો કે સાથ સદા મૌજૂદ રહુંગા, પ્રાણો સેે ઉઠે પ્રશ્ન, પ્રેમ હૃદય કી આંખ, પ્રસન્નતા ઔર ઉદાસી કા સદ્ઉપયોગ  શિવનેત્ર કે લીયે, સામાજીક સંસ્કાર ઔર સિખાવન, સંદેશ પત્ર, સહધ્યાન, ધારાવાહિકા રહસ્ય દર્શી સદ્ગુરૂ, સ્વાસ્થ્ય, જીવન શૈવી, બોધ -કથા, મેરા પ્રિય ભારત, વિજ્ઞાન - ભૈરવ તંત્ર, મૃત્યુમાં અમૃત ગમય, સમાચાર સમીક્ષા, પુસ્તક પરિચય, ઓશો કે ધ્યાન ઉપવન આગામી ધ્યાન શિબિર, તથા વિશેષ સંપાદકીય લેખ મનુષ્યતા કા સંવિધાન.

ઉપર મુજબના મેગઝીન મેળવવા માટે તથા વાર્ષિક લવાજમ ભરવા માટે ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર, ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે, ૪-વૈદવાડી, ડી-માર્ટની પાછળની શેરી, રાજકોટ.

વિશેષ માહિતી :- સ્વામિ સત્ય પ્રકાશ મો. ૯૪ર૭ર પ૪ર૭૬, સંજીવ રાઠોડ મો. ૯૮ર૪૮ ૮૬૦૭૦

(3:27 pm IST)