Gujarati News

Gujarati News

News of Wednesday, 27th May 2020

થોરાળા પોલીસના કોરોના વોરિયર્સનું કોંગી કોર્પોરેટર મકબુલભાઇ દાઉદાણી દ્વારા સન્માન

રાજકોટઃ મહાનગરપાલિકાના વોર્ડ નં.૧૫ના કોંગ્રેસ પક્ષના કોર્પોરેટર મકબુલભાઈ દાઉદાણી અને વોર્ડ નં.૧૫ના કોંગ્રેસ પક્ષના આગેવાનો તથા મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા રાજકોટ શહેર પોલીસ કમિશ્નરરેટ વિસ્તારના પૂર્વ ઝોનમાં આવતું થોરાળા પોલીસ સ્ટેશનનાં જવાનોનું સન્માન કરાયું હતું. પોલીસ ઇન્સ્પેકટર  જી.એમ.હડિયાના માર્ગદર્શન હેઠળ થોરાળા પોલીસે કોરોના મહામારી સમયે લોકોની તેમજ શ્રમિકોની સેવા કરેલ છે અને ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવેલ છે તે બદલ કોંગ્રેસના કોર્પોરેટર મકબુલભાઇ દાઉદાણી ,મુસ્લિમ સમાજના આગેવાનો, કોંગ્રેસ પક્ષના કાર્યકરો તથા આગેવાનો દ્વારા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેકટર જી.એમ.હડિયા, પોલીસ સબ ઇન્સ્પેકટર પી.ડી.જાદવ તેમજ બીટ ઇન્ચાર્જ વિક્રમભાઈ આહીર અને સમગ્ર થોરાળા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મીઓનું સન્માન કર્યું હતું. કોંગી કોર્પોરેટર મકબુલભાઇ દાઉદાણી સાથે મુકતારભાઈ દાઉદાણી, અકબરભાઈ પતાણી, અલ્તાફભાઈ રાઉમા, ઈર્શાદભાઈ લાસારી, વસીમ મલેક, રમજાનભાઈ રાઉમા, દિલાવરભાઇ ઉઠમણા, મહમદઅલીભાઈ ચાનીયા સહિતના આગેવાનો આ તકે ઉપસ્થિત હતા.

(3:25 pm IST)