Gujarati News

Gujarati News

News of Wednesday, 27th May 2020

માસ્ક વગરનાને ઇ-મેમો : છેલ્લા રપ દિવસમાં ૩૯૯ લોકો સીસીટીવીમાંથી ઝડપાયા

માસ્કનાં દંડ બાબતે અરજદારો સાથે રકઝકનાં બતાવો વધતાં હવે ઇ-મેમો ફટકારતું તંત્ર

રાજકોટ, તા. ર૭ : શહેરમાં ફરજીયાત માસ્ક પહેરવાનો કડક અમલ મ્યુ. કોર્પોરેશન દ્વારા કરાવાઇ રહ્યો છે અને માસ્ક વગરનાને રૂ.ર૦૦નો દંડ ફટકારવામાં આવી રહ્યો છે એટલું જ નહીં હવે તંત્ર વાહકોએ માસ્ક વગરનાનો દંડ વસુલવા માટે આઇ-વે પ્રોજેકટના સી.સી. ટીવી. કેમેરાની મદદ લઇ અને ઇ-મેમોથી દંડ વસુલવાનું શરૂ કર્યું છે. જેમાં છેલ્લા

રપ દિવસમાં ૩પ૦ જેટલા લોકોને ઇ-મેલોથી દંડ ફટકારાયો છે.

આ અંગે સતાવાર સુત્રોએ જણાવ્યું હતું કે શહેરની ૯ ચેકપોસ્ટ ઉપર માસ્કનું ચેકીંગ થતું હતું પરંતુ લોકડાઉનમાં છુટછાટ બાદ સમગ્ર શહેરમાં

આવન-જાવન શરૂ થઇ બંધ રસ્તાઓ ખુલી ગયા છે ત્યારે સી.સી. ટીવી કેમેરાની મદદથી માસ્ક વગરનાં લોકોનાં ફોટા પાડીને તેઓનાં ઘરે ઇ-મેમો મોકલીને દંડ વસુલવાનું છેલ્લા રપ દિવસથી ચાલુક રાયું છે. જેમાં આજદિન સુધી ૩૯૯ જેટલા ઇ-મેમો મોકલવામાં આવ્યા છે.

આ ઉપરાંત માસ્કનો દંડ વસુલવામાં સ્ટાફ અને અરજદારો વચ્ચે રકઝકનાં બનાવો પણ વધ્યા હતાં જેનાં કારણે કેટલીક ચેક પોષ્ટ ઉપરથી ચેકીંગ સ્ટાફને દુર કરી સી.સી. ટીવી કેમેરામાં ચેક કરીને માસ્કનાં ઇ-મેમો મોકલવાનું શરૂ કરાયું છે.

આજે પણ કોર્પોરેશન કચેરીમાં વિજીલન્સ પોલીસ અને અરજદારો વચ્ચે માસ્કનાં દંડ બાબતે બોલાચાલી થઇ હતી.

આજે ૬ વોર્ડમાં માસ્ક વિનાના ૫૪ દંડાયાઃ૧૧ હજારનો દંડ 

૧૮ પૈકી ૧૨ વોર્ડમાં તમામ લોકો માસ્ક પહેરી નિકળ્યા

રાજકોટ, તા., ૨૭: શહેરમાં ફરજીયાત માસ્ક અંગેનાં જાહેરનામાનાં  ભંગ બદલ આજે વધુ ૫૪ લોકો દંડાયા હતા અને રૂ.૨૦૦ લેખે રૂ.૧૦,૮૦૦નો દંડ ભર્યો હતો. શહેરનાં કુલ ૧૮ વોર્ડ પૈકી ૧૨ વોર્ડમાં તમામ લોકો માસ્ક પહેરી નિકળ્યા હતા.

શહેરમાં કોરોનાના સંક્રમણને પ્રસરતો અટકાવવા રાજકોટ શહેરમાં તમામ લોકો માટે માસ્ક પહેરવું ફરજીયાત જાહેર કરેલ છે, ઘરથી બહાર નીકળનાર વ્યકિતએ મોઢું અને નાક ઢંકાય તે માટે માસ્ક અથવા હાથ રૂમાલ અથવા અન્ય કાપડ મોઢે બાંધવું ફરજીયાત બનશે. આ જાહેરનામાનો અમલ તા. ૧૩ એપ્રિલથી કરવામાં આવ્યા હતો. શહેરમાં મ્યુનિ. કમિશનર દ્વારા જાહેર કરેલ જાહેરનામાનો ભંગ કરવા બદલ એટલે કે માસ્ક અથવા મોંઢું ઢાંકયા વગર નીકળતા દંડાયા હતા. જેમાં વોર્ડ નં. ર માં ૧૪,વોર્ડ નં. ૫માં ૮, વોર્ડ નં. ૯ માં ૧૬, વોર્ડ નં. ૧૩માં ૩, વોર્ડ નં. ૧૪ માં ૩, વોર્ડ નં. ૧૬ મા ૧૦સહીત કુલ૫૪ લોકોએ રૂ. ૧૦,૮૦૦નો દંડ ભર્યો હતો. 

(2:52 pm IST)