Gujarati News

Gujarati News

News of Wednesday, 27th May 2020

તારી બકાલાની રેકડી હટાવી લે...કહી ભાનુબેનને રૂકશાનાએ લાફા માર્યા, ફિરોઝે વજનીયુ ફટકાર્યુ

નાના મવા સર્કલ આરએમસી કવાર્ટરમાં બનાવઃ દેવીપૂજક મહિલા સારવારમાં

રાજકોટ તા. ૨૭: નાના મવા સર્કલ પાસે બાલાજી હોલ નજીક આરએમસી કવાર્ટરમાં રહેતાં અને બકાલુ વેંચતા ભાનુબેન મુકેશ વાઘેલા (દેવીપૂજક) (ઉ.૨૭) બકાલુ વેંચી રેકડી લઇ ઘરે પહોંચ્યા ત્યારે નજીકમાં આવેલી કરિયાણાની દૂકાનવાળા રૂકશાનાબેને તારી રેંકડી અહિથી હટાવી લે...તેમ કહી લાફા મારી લેતાં અને તેના પતિ ફિરોઝે રેંકડીમાંથી એક કિલોનું વજનીયુ ઉપાડી માથામાં ફટકારી દેતાં ભાનુબેન લોહીલુહાણ થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.

બનાવ અંગે ચોકીના સ્ટાફે તાલુકા પોલીસને જાણ કરી હતી. ભાનુબેનના પતિના કહેવા મુજબ ગ્રાહક આવ્યા હોઇ બે મિનીટ રેંકડી રાખી હતી. એ કારણે માથાકુટ કરી હુમલો કરાયો હતો.

(3:26 pm IST)