Gujarati News

Gujarati News

News of Wednesday, 27th May 2020

હે ઇશ્વર : આ કેવી મજબુરી ?

એ.સી.માં બેઠા છતા ગરમીથી અકળાઇ જવાય તેવી ભયંકર લૂ વચ્ચે આ શ્રમિક પરિવાર તડકાનો મીજાજ સહન કરી ચાલ્યો જતો જોઇ કોઇનું પણ મન ભરાઇ આવે.. ગઇકાલે બપોરે આ શ્રમિક પરીવાર ખરા તડકે ચાલીને જઇ રહયો હતો. દરમિયાન અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાનું ધ્યાન પડતા તેઓએ ગાડી ઉભી રખાવી આ પરિવારના ખબર અંતર પુછી મદદરૂપ બન્યા હતા. રાજીપો મેળવી આ શ્રમીક પરીવાર ચાલતુ થયું હતુ. જાણીતા તસ્વીરકાર, વિશ્વ પ્રવાસી, કાયદેસમ્રાટ ડો. પુરૂષોતમ પીપળીયાએ ઝડપેલ એક અવિસ્મરણીય તસ્વીર.. પરમ તત્વની ગતિ કોઇ પામી શકયુ છે?

(11:27 am IST)