Gujarati News

Gujarati News

News of Wednesday, 27th May 2020

રાજકોટમાંથી લોકસભામાં ૨ વખત ચૂંટાયેલા એક માત્ર પારસી સાંસદ સ્વ. મીનુભાઇ મસાનીની પુણ્યતિથી

રાજકોટ,તા.૨૭: રાજકોટમાંથી લોકસભા બેઠક ઉપર બે વખત ચૂંટાયેલા એક માત્ર પારસી સાંસદ સ્વ.મીનુભાઇ મસાનીની આજે પુણ્યતિથી છે. તેમનો જન્મ તા.૨૦/૧૧/૦૫ના રોજ થયો હતો. જ્યારે તા. ૨૭/૫/૧૯૯૮ના રોજ અવસાન થયેલ છે.

રાજકોટમાંથી ૧૯૬૩ માં રાજકોટ લોકસભાની પ્રથમ પેટાચુંટણીમાં સ્વતંત્ર પક્ષના ઉમેદવાર તરીકે ચુટાયેલા એક માત્ર પારસી ઉમેદવાર સ્વ.મીનુ મસાનીએ સ્વ. જેઠાલાલભાઈ જોશીને અને ત્યારબાદ ૧૯૬૭ લોકસભાની સામાન્ય ચુંટણી માં સ્વ. વલ્લભભાઇ પટેલને હરાવીને વિજેતા થયેલ હતા અને ૧૯૭૧માં લોકસભાની ચૂંટણીમાં સ્વ ઘનશ્યામભાઈ ઓઝા સામે ચૂંટણી હારી ગયેલ હતા.

સ્વ. મીનું મસાની ૧૯૪૩માં મુંબઈ મહાનગરપાલિકાના મેયર તરીકેની જવાબદારી નિભાવી ચુકયા છે.સ્વ. મસાની બેરીસ્ટરનો અભ્યાસ કરી વકીલાતના વ્યવસાયમાં સામેલ થયા હતા.

૧૯૫૯માં ભારતના પ્રથમ ગવર્નર જનરલ રાજગોપાલાચારી(રાજાજી);મીનું મસાની; પ્રો. દાંડેકર; એન. જી. રંગા; જયપુરના મહારાણી ગાયત્રી દેવી;સહિતના રાજવી પરિવારો એ 'સ્વતંત્ર પક્ષ' નામના રાજકીય પક્ષની સ્થાપના કરી હતી.

(11:25 am IST)