Gujarati News

Gujarati News

News of Wednesday, 27th May 2020

જંગલેશ્વરમાં વધુ એક કેસ મુંબઇથી આવેલ સંઘાણી દંપત્તિને કોરોના

અંકુર સોસાયટીમાં રહેતા મુસ્તાકભાઇ કાદરીને કોરોનાં સંક્રમિતઃ દિલીપભાઇ અને વાસંતીબેન ફર્ન હોટલમાં કોરોન્ટાઇન થયેલ : ગઇકાલે બપોરે રિપોર્ટમાં કોરોના પોઝિટિવ હોવાનું નિદાન થયુઃ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળઃ સંઘાણી દંપતિનો કેસ મુંબઇમાં નોંધાયોઃ રાજકોટ શહેરમાં કુલ ૮૦ થયા

રાજકોટ,તા.૨૭: શહેરનાં હોટ સ્પોટ જંગલેશ્વર વિસ્તારનાં પ૩ વર્ષીય પુરૂષનો  અને મુંબઇથી આવેલ ફન હોટલમાં કોરોન્ટાઇન સંઘાણી દંપતીનો કોરોનાનો  રિપોર્ટ પોઝિટિવ નોંધાયો છે.આજે  રાજકોટ શહેરમાં એક કેસ નોંધાતા કુલ ૮૦ દર્દીઓ થયા છે. હાલ ૬ પોઝિટિવ વ્યકિત હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે તા.૨૭નાં મુસ્તાકભાઇ એ.કાદરી (ઉ.વ.૫૩),  અંકુર સોસાયટી, જંગલેશ્વરને કોરોના પોઝિટિવ હોવાનું નિદાન થયુ છે. આજે એક કેસ આવતા શહેરનાં ૮૦ અને જીલ્લાનાં ૧૮ સહિત કુલ ૯૮ દર્દીઓ નોંધાયા છે.

રાજકોટ મહાનગર પાલિકા વિસ્તારમાં આજદિન સુધિમાં કુલ ૮૦ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી ૭૩ વ્યકિતઓને સાજા થયા છે. હાલ ૬ દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

સંઘાણી દંપતી મુંબઇના માટુંગાથી ગઇકાલે સવારે રાજકોટ આવેલ દિલીપભાઇ સંઘાણી (ઉ.વ.૬૯) અને વાસંતીબેન સંઘાણી (ઉ.વ.૬૬)  સીધા જ ફર્ન હોટલ ખાતે કોરોન્ટાઇન થયેલ હતા. ગઇકાલ બપોરે સંઘાણી દંપતીમાં કોરોના શંકાસ્પદનાં લક્ષણો જોવા મળતા   તેમના સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ સેમ્પલના પરિક્ષણ બાદ તેઓને  કોરોના પોઝીટીવ હોવાનું નિદાન થયુ હતું. કોરોના પોઝીટીવ આવતા સંઘાણી દંપતીને ક્રાઇસ્ટ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા હતા.  આ બંન્ને પોઝીટીવ કેસ મુંબઇ જીલ્લામાં નોંધાયો છે તેમ આરોગ્ય તંત્રની સત્તાવાર યાદીમાં જણાવાયુ છે.

(3:24 pm IST)