Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં પરિણામમાં ઝળકતા ઉત્કર્ષ સ્કુલના તેજસ્વી તારલાઓ

રાજકોટ તા.૨૭: ધોરણ ૧૨ કોમર્સના રીઝલ્ટમાં ઉત્કર્ષ સ્કૂલના વિદ્યાર્થીઓ છવાઇ ગયો છે. સ્કુલના વિદ્યાર્થી નજકાની વિનયએ ૯૯.૫૨ પીઆર સાથે સ્કૂલ પ્રથમ, સોનછત્રા દેવ ૯૯.૩૧ પીઆર, સબલપરા મીત ૯૯.૨૪ પીઆર સાથે સ્ટેટસ્ટીકસમાં ૧૦૦/૧૦૦ માકર્સ સાથે બોર્ડ ફર્સ્ટ, શાહ ધન્વી ૯૮.૭૩ પીઆર, ઢોલરીયા વિશ્વા ૯૮.૬૫ પીઆર, જોષી કનિષ્કા ૯૮.૫૧ પીઆર, સિદપરા કૈરવી ૯૮.૫૧ પીઆર, હાપલીયા હિમાની ૯૭.૯૭પીઆર, ગઢીયારાજન ૯૭.૫૯ પીઆર, તથા પારેખ વિશ્વા ૯૭.૧૭ પીઆર, મેળવી અને બોર્ડમા ંઝળહળતી સફળતા પ્રાપ્ત કરેલ છે.

સ્કૂલના કુલ ૪૦ વિદ્યાર્થીઓમાંથી ૦૩ વિદ્યાર્થીઓએ ૯૯ પીઆર કરતાં વધારે પીઆર મેળવેલ છે.  ૯૮ પીઆર કરતાં વધારે ૦૭ વિદ્યાર્થીઓ, ૯૫ પીઆર કરતાં વધારે ૧૧ વિદ્યાર્થીઓ, ૯૦ પીઆર કરતાં વધારે ૧૮ વિદ્યાર્થીઓ અને ૮૦ પીઆર કરતાં વધારે ૨૭ વિદ્યાર્થઓએ અને ૭૦ પીઆર કરતા વધારે ૩૪ વિદ્યાર્થીઓએ મેળવી, ઉત્કૃષ્ટ દેખાવ કરી અને બોર્ડમાં ઉત્કર્ષ સ્કૂલ ઓફ એકસલન્સની સર્વોપરીતા સ્થાપિત કરી છે.

તાજેતરમાં પ્રસિધ્ધ થયેલા JEEના રિઝલ્ટમાં પણ શાળાના JEEની તૈયારી કરતા સર્વે ૪૯ વિદ્યાર્થીઓએ JEE-Main Exam ૯૦ કરતાં પણ વધારે પીઆર સાથે પાસ કરેલ છે.

વર્ષ ૨૦૧૮ના ધોરણઃ૧ સાયન્સના રીઝલ્ટમાં પોપટીયા અમને ૯૭ ટકા સાથે બોર્ડમાં પાંચમું સ્થાન અને રાઠોડ મહિરાજે ૯૬.૩૩ ટકા સાથે બોર્ડમાં દસમુ સ્થાન મેળવેલ હતું. આ ઉપરાંત JEE-Advanced માં રાજકોટમાંથી પસંદ થયેલા ૧૧ વિદ્યાર્થીઓમાં ૪ વિદ્યાર્થીઓ ઉત્કર્ષ સ્કૂલના રામાણી પ્રગુલ, મેવાડા વિરલ, કાત્રોડિયા પાર્થ અને દોશી મિહીરે IIT-JEE-Advanced  પસાર કરી ઉત્કર્ષ સ્કૂલનું નામ નેશનલ લેવલે રોશન કરેલ છે.

નજકાની વિનય (A2  ગ્રેડ)

ધો.૧૨ કોમર્સના પરિણામમાં ઉત્કર્ષ સ્કૂલ ઓફ એકસલન્સનો વિદ્યાર્થી નજકાની વિનયએ ૯૯.૫૨ પીઆર સાથે કુલ ૭૦૦ માંથી ૬૧૫ માર્કસ મેળવીને ઉત્કર્શ સ્કુલ તેમજ નજકાની પરિવારનું ગૌરવ વધરાલે છે. શ્રી દિપકભાઇનો પુત્ર ઉફત્સવ MBA થઇ મેનેજમેન્ટમાં પોતાની કારકિર્દી બનાવવાની ઇચ્છા ધરાવે છે. આ સ્વપ્ન હાંસલી કરવું ઉત્કર્ષ સ્કૂલના માર્ગદર્શનથી જ સરળ બનશે એવા વિશ્વાસ સાથે ધોરણ ૯ થીજ તેણે ઉત્કર્ષ સ્કુલમાં એડમીશન લીધેલ હતું. માતા શ્રી મતિ નીતાબેનનું એવું દૃઢ પણે માનવું છે કે ઉત્સવની આજની આ સફળતાનું શ્રેય ફકતને ફકત ઉત્કર્ષ સ્કુલના ફાળે જાય છે.

સોનછત્રા દેવ (A2  ગ્રેડ)

ધો.૧૨ કોમર્સના રીઝલ્ટમાં ઉત્કર્ષ સ્કુલના વિદ્યાર્થી સોનછત્રા દેવએ ઝળહળતો દેખાવ કરી સ્કુલની શ્રેષ્ઠ પરિણામની પરંપરા જાળવી રાખી છે. દેવએ ૯૯.૩૧ પીઆર સાથે કુલ ૭૦૦ માંથી ૬૦૭ માર્કસ મેળવી અને સ્કૂલ તથા સોનછત્રા પરિવારનું ગૌરવ વધારેલ છે.

દેવ CA બની ફાઇનાન્સમાં પોતાની કારકિર્દી બનાવવા માગે છે. ધોરણ ૧૨ કોમર્સનું તેનું પરિણામ તેની કારકિર્દીનું પ્રથમ શ્રેષ્ઠતમ સોપાન બની રહેશે.

સબલપરા મીત

ધોરણ ૧ર કોમર્સના રીઝલ્ટમાં ઉત્કર્ષ સ્કુલનો સબલપરા મીત ૯૯.ર૪ પીઆર સાથે ૭૦૦ માંથી ૬૦પ તથા સ્ટેટેટીકસમાં ૧૦૦ માંથી ૧૦૦ માર્કસ સાથે બોર્ડમાં વિષય પ્રથમ સ્થાન મેળવીને ઉત્કર્ષ સ્કુલ ઓફ એકસલન્સને શ્રેષ્ઠ સાબીત કરી બતાવી ે છે. મીતના પિતાશ્રી વિજયભાઇ એક સફળ બિઝનેસમેન છે. મીત એમબીએ થઇ મેનેજમેન્ટ ક્ષેત્રે પોતાની કારકીર્દી ઉજજવળ બનાવવાની મહત્વકાંક્ષા ધરાવે છે.

શાહ ધન્વી

ધોરણ ૧ર કોમર્સના પરિણામમાં ઉત્કર્ષ સ્કુલની વિદ્યાર્થીની શાહ ધન્વીએ ૯૮.૭૩ પી.આર. સાથે ઝળહળતી સફળતા મેળવી ઉત્કર્ષ સ્કુલ તેમજ શાહ પરિવારનું ગૌરવ વધારેલ છે. ધન્વીની કારકીર્દી માટે તેના પિતા શ્રી નરેશભાઇ અને માતા ભાવનાબેન સતત જાગૃત છે. તેમના પરિવારનું એવું નિશ્ચિત પણે માનવું છે કે ઉત્કર્ષનાં અનુભવી ફેકલ્ટીઓ દ્વારા અપાતું આયોજન બધ્ધ શિક્ષણ અને વિશાળશ્રેણીમાં લેવાતી ટેસ્ટ અને તેની પાછળનું વ્યકિત ફોલોઅપ વર્ક ધન્વીની કારકીર્દી ઘડવામાં અત્યંત મહત્વનાં બન્યા છે.

ઢોલરીયા વિશ્વા

શ્રી અરવિંદભાઇની પુત્રી અને ઉત્કર્ષ સ્કુલની મહત્વકાંક્ષી વિદ્યાર્થીની વિશ્વાએ સફળતાની સીડી સર કરેલ છે.

ધોરણ ૧ર કોમર્સના પરિણામમાં ઢોલરીયા વિશ્વાએ ૯૮.૬પ પીઆર સાથે ઝળહળતી સફળતા મેળવીને તેણે ઉત્કર્ષ સ્કુલ તેમજ ઢોલરીયા પરિવારનું ગૌરવ વધારેલ છે.

જોષી કનિષ્કા

શ્રી ચેતનભાઇ તથા હિનાબેનની પુત્રી અને ઉત્કર્ષ સ્કુલની મહત્વકાંક્ષી વિદ્યાર્થીની જોષી કનિષ્કાએ સફળતાની સીડી સર કરેલ છે.

જોષી કનિષ્કાએ ૯૮.પ૧ પીઆર સાથે ઝળહળતી સફળતા મેળવીને તેણે ઉત્કર્ષ સ્કુલ તેમજ જોષી પરિવારનું ગૌરવ વધારેલ છે. કનિષ્કા ધોરણ ૧ર કોમર્સ પછી એમએએસએસ એમઇડીઆઇએ માં પોતાની ઉજ્જવળ કારકીર્દી બનાવવા માંગે છે.

સિદપરા કૈરવી

ધોરણ ૧ર કોમર્સના પરિણામમાં શાળાની વિદ્યાર્થીની સિદપરા કૈરવીએ ૯૮.પ૧ મેળવીને ઝળહળતો દેખાવ કરેલ છે. કૈરવીના પિતાશ્રી પિયુષભાઇ રાજકોટના પ્રખ્યાત બીઝનેસમેન છે. તેઓ તથા કૈરવીના માતા શ્રીમતી જયનાબેન કૈરવીને એમબીએ ના અભ્યાસ બાદ મેનેજમેન્ટ ક્ષેત્રમાં સ્વપ્ન સિધ્ધ કરવાની પ્રેરણા આપે છે.

હાપલીયા હિમાની

૧ર કોમર્સના પરિણામાં ઉત્કર્ષ સ્કુલની વિદ્યાર્થીની હાપલીયા હિમાનીએ ૯૭.૯૭ પીઆર સાથે ઝળહળતી સફળતા મેળવી ઉત્કર્ષ સ્કુલ તેમજ હાપલીયા પરિવારનું ગૌરવ વધારેલ છે

હિમાનીની કારકીર્દી માટે તેના પિતા શ્રી રસિકભાઇ તથા માતા શ્રીમતી ટિવંકલબેન સતત જાગૃત છે. વ્યકિતગ ફોલોઅપ વર્ક હિમાનીની કારકીર્દી ઘડવામાં અત્યંત મહત્વનાં બની રહ્યા છે. હિમાની સીએ બની ફાઇનાન્સના ક્ષેત્રમાં પોતાની કારકીર્દી ઘડવા માંગે છે.

ગઢિયા રાજન

ધોરણ ૧૨ કોમર્સના પરિણામમાં ઉત્કર્ષ સ્કુલના વિદ્યાર્થી ગઢિયા રાજને ૯૭.૫૯ પીઆર સાથે ઝળહળતી સફળતા મેળવી ઉત્કર્ષ સ્કુલ તેમજ ગઢિયા પરિવારનું ગૌરવ વધારેલ છે. રાજનને તેના પિતા મુકેશભાઇ તથા માતાશ્રી શિતલબેનના સ્વપ્ન સિધ્ધ કરવા MBA ક્ષેત્રે જ પોતાની કારકિર્દી  બનાવવી છે. આ સ્વપ્ન હાંસલી કરવું ઉત્કર્ષ સ્કુલના માર્ગદર્શનથી જ સરળ બનશે એવા વિશ્વાસ સાથે જ તેણે ઉત્કર્ષ સ્કુલમાં એડમીશન માતા શિતલબેનના કહેવા પ્રમાણે સ્કુલની ફેકલ્ટીઝનો વિદ્યાર્થીઓ સાથેનો વ્યકિતગત સંપર્ક, પરીક્ષા આયોજન અને દરેક પરીક્ષાઓ પછી વિદ્યાર્થીઓને અપાતું ફોલોઅપ વર્કે રાજનની કારકિર્દીને ચાર ચાંદ લગાવી દીધા છે.

પારેખ વિશ્વા

રાજકોટના જાણીતા વેપારી શ્રી નિલેશભાઇની પુત્રી અને ઉત્કર્ષ સ્કુલની મહત્વકાંક્ષી વિદ્યાર્થીની વિશ્વાએ સફળતાની સીડી સર કરેલ છે.

ધો.૧૨ કોમર્સના પરિણામમાં પારેખ વિશ્વાએ ૯૭.૧૭ પીઆર સાથે ઝળહળતી સપળતા મેળવીને તેણે ઉત્કર્ષ સ્કુલ તેમજ પારેખ પરિવારનું ગૌરવ વધારેલ છે.

(3:59 pm IST)