Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

'અમારી જ્ઞાતિની છોકરીને પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરેલ છે ' કહી અશોક જાંબુકીયાને ધમકી

જસદણ નજીક બનાવઃ માતાની અંતીમ ઇચ્છા અધુરી રહી જશે તેવુ બહાનું બતાવી સાળો દેવરાજ કોળી અને ભુપત કોળી સહિત ચાર શખ્સો પરિણીતાને ઉઠાવી ગયા

રાજકોટ તા.૨૭: જૂના માર્કેટ યાર્ડ પાછળ મચ્છાનગરમાં રહેતા કુંભાર યુવાને પ્રેમલગ્ન કર્યાબાદ તે બાબતનો ખાર રાખી યુવાનના સાળા સહિત ચાર શખ્સો પરિણીતાને જસદણ નજીક બાખલવાડ ગામે લઇ ગયા બાદ તેને પરત ન મોકલી જાનથી મારીનાખવાની ધમકી આપતા રૂરલ એસપીને ફરિયાદ કરી છે.

મળતી વિગત મુજબ જૂનામાર્કેટ યાર્ડ પાછળ મચ્છાનગરમાં રહેતા  અશોક કાળુભાઇ જાંબુકીયા (ઉવ.૨૨)એ પોલીસ કમિશનરને કરેલી લેખીત ફરિયાદમાં જણાવ્યુ છે કે પોતે ગત તા.૨૩-૫ના રોજ જસદણના આટકોટ રોડ ઉપર આવેલ મારા માસી હેમબેન દેવજીભાઇ કોરડીાના ઇટુંના ભઠ્ઠે ગા હતા. તરે મારો સાળો દેવરાજ જેરામભાઇ પલાળીયા (રહે.જસદણના બાખલવડ)નો ફોન આવેલ અને તેણે કહેલ કે 'તમો બંને પતિ-પત્ની અહી આવે તમારા માસીના ઉંટના ભઠે આવો મારે મારી માતા ખૂબજ બીમાર હોય, અને તેની છેલ્લી ઇચ્છા છે કે, પોતાની પુત્રીનું મોઢું જોવા માગે છે જો તમો નહી આવો તો મારી માતા અવસાન પામશે અને તેની અંતિમ ઇચ્છા અધુરી રહી જશે. માટે તમો બંને પતિ-પત્ની અહી આવી જાવ. આથી બંને પતિ-પત્નીઓ તેમના કહેવા મુજબ ત્યાં મારા માસીને ત્યા પહોંચ્યા પરંતુ આ દેવરાજ ગોંડલનો ભુપત ડાભી અને બે અજાણ્યા શખ્સો ત્યાં ન હતા અને થોડીવાર બાદ બે જણા મારા માસીના ઇંટુના ભઠ્ઠા પાસે પહોંચ્યા અને બાકીના ફોરવ્બીલ સાથે આવેલા અજાણ્યા શખ્સો ત્યા હતા. અને ''હું મારી બહેનને થોડીવારમાં મુકી જાઇશ' તેમ કહી સાળો દેવરાજ મારી પત્નીને મોટર સાયકલમાં બેસાડીને લઇ ગયો હતો. અને ચાર દિવસ સુધી પત્નીને પરત ન મોકલતા પોતે ફોન કરતા પત્નીનો ફોન સ્વીચઓફ આવતો હતો.

બાદ ભુપત ડાભીએ ફોનમાં જણાવેલ કે 'તને જાનથી મારી નાખીશુ અમારી કોળીની જ્ઞાતીની છોકરીને ફોસલાવીને લગ્ન કરેલ છે' તેમ ધમકી આપી હતી.

અગાઉ પણ અમો બંનેનું અપહરણ કરી જાડવા સાથે બાંધી બે ૨૬મીથી માર માર્યો હતો. તેની ફરિયાદ પણ પોતે કરી છે. પત્નીને લઇ ગયા બાદ પરત આવવા દેતા નથી. અને જો અમારી બહેનને તેડવા આવીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપે છે આ મામલે જસદણ પોલીસને પણ જાણ કરી હતી. પરંતુ જસદણ પોલીસે કોઇ કાર્યવાહી કરી ન હતી. આથી પોતે રાજકોટ રૂરલ એસપીને લેખીત ફરિયાદ કરી છે.

(3:57 pm IST)
  • ગુજરાત વહીવટી સેવા અને વર્ગ ૧-૨ની પરીક્ષાનું પરિણામ જાહેર :૧૦થી ૨૯ જુન દરમિયાન યોજાશે મૌખિક ઇન્ટરવ્યુ :૧૭, ૨૪ ફેબ્રુઆરી અને ૩ માર્ચે યોજાઈ હતી પરીક્ષા :અંદાજે ૫ હજાર ઉમેદવારોએ આપી હતી પરીક્ષા :૨૯૪ જગ્યા માટે ૯૧૨ ઉમેદવારો ઉત્તીર્ણ થયા access_time 11:08 pm IST

  • મરિયમ નવાઝની નિયુક્તિનીને પડકારતી અરજીનો ચૂંટણી આયોગે કર્યો સ્વીકાર :પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ ના ઉપાધ્યક્ષ તરીકે મરિયમ નવાઝની નિયુક્તિની અરજી સ્વીકારતા નવાઝ પરિવારને મોટો ફટકો :અરજીમાં પૂર્વ પીએમ નવાઝ શરીફની પુત્રી મરિયમને પાર્ટીના કોઈપણ પદને સંભાળવા માટે અયોગ્ય ગણાવાઈ છે :સત્તારૂઢ પીટીઆઈના સભ્ય દ્વારા દાખલ અરજી પર મુખ્ય ચૂંટણી આયોગની અધ્યક્ષતામાં ત્રણ સભ્યોની પીઠે સુનાવણી દરમિયાન મરિયમને જવાબ આપવા નોટિસ મોકલી access_time 1:21 am IST

  • મોદીના કાર્યકાળના હવે પછીના ૫ વર્ષમાં સેન્સેકસ ૬૦,૦૦૦ થઇ જશે : BSCના CEO આશીષ ચૌહાણની ભવિષ્યવાણીઃ તેમણે કહ્યું છે કે ૧૯૭૯ થી રોકાણકારોને પ૭૦ -૬૦૦ ગણુ રિટર્ન પ્રાપ્ત થયું છેઃ હવે પછીના પ વર્ષોમાં સેન્સેકસ ૬૦,૦૦૦ થાય તો નવાઇ નહિ જો ગ્રોથ ૭.પ થી ૮ ટકાથી વધુ રહે તો ઇન્ડેક્ષ ૧૦ ટકાએ વધશે જો તમે સીમ્પ્લ બેઝીઝ પર મલ્ટીપ્લાય કરો તો આપણી પાસે પ૦ ટકા રહેઃ તેથી ૬૦,૦૦૦ શકય છેઃ સરકાર ઇન્ફ્રા. ક્ષેત્રે વધુ રોકાણ કરશે અને રોજગારીની તકો પણ વધારશે જેથી વિકાસ થશે. access_time 4:14 pm IST