Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

જોજો ચોમાસામાં તંત્ર ઉંઘતું ઝડપાય નહિં:સ્ટે. ચેરમેનની અધિકારીઓને તાકિદ

વોંકળા સફાઇ-જોખમી હોર્ડીંગ ત્થા જોખમી ઝાડ-જર્જરીત ઇમારતો દુર કરવા સહીતની કામગીરી અંગે ઉદય કાનગડ ખાસ બેઠક યોજશે

રાજકોટ તા. ર૭: આગામી ચોમાસાની ઋતુમાં ભારે વરસાદ અને વાવાઝોડાના સંભવિત સ્થિતિ વખતે મ્યુ. કોર્પોરેશનનું તંત્ર ત્થા ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગ ઉંઘતો ઝડપાય નહિં તે માટે અત્યારથી જ પ્રી-મોન્શુન એકશન પ્લાનની કામગીરી શરૂ કરાવી દેવા માટે સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન ઉદય કાનગડેઢ ચક્રો ગતીમાન કર્યા છે.

આ અંગે ઉદયભાઇ કાનગડે વિસ્તૃત વિગતો આપતા જણાવ્યું હતું કે ''ચોમાસાની ઋતુમાં ભારે વરસાદ અને તોફાની પવનની સ્થિતિમાં પુર અને હોર્ડીંગ બોર્ડ, ઝાડ ત્થા જર્જરીત ઇમારતો પડવાનાં બનાવો બનતાં હોય છે ત્યારે જાન-માલને મોટું નુકશાન થાય છે. આથી આવું નુકશાન અટકાવવાં મ્યુ. કોર્પોરેશન જે પ્રી-મોન્સુન એકશન પ્લાન બનાવે છે તેની કામગીરી અત્યારથી જ શરૂ કરાવી દેવા માટે આવતીકાલે સવારે તમામ સીટી ઇજનેરો ત્થા અન્ય ટેકનીકલ સ્ટાફ સાથે બેઠક યોજી અને શહેરમાં જોખમી હોર્ડીંગ્સ બોર્ડ, જોખમી વૃક્ષો અને જર્જરીત ઇમારતોને દૂર કરવાની કાર્યવાહી ત્થા વોંકળાઓની ઘનિષ્ઠ સફાઇ વગેરે કાર્યવાહી બાબત લાગતાં વળગતા અધિકારીઓને સુચનાઓ અપાશે.

(3:54 pm IST)