Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

શૈક્ષણિક સિધ્ધી બદલ અભિવાદન

 રઘુવંશી ચિલ્ડ્રન સોસાયટીના પ્રમુખ રમણભાઇ કોટકના પૌત્ર અને સંસ્થાના સક્રિય કાર્યકર અમિતભાઇ કોટકના પુત્ર  સ્મિત કોટકે બી.સી.એ. માં સૌરાષ્ટ્ર યુનિ.  સંલગ્ન કોલેજમાં પ્રથમ નંબર મેળવતા તેમજ સંસ્થાના સ્થાપક છબીલભાઇ નથવાણીના પૌત્ર અને સંસ્થાના ટ્રસ્ટી દિપકભાઇ નથવાણીના પુત્ર હેમાંગ નથવાણીએ ધો.૧૨ સાયન્સ પ્રવાહમાં સમગ્ર બોર્ડમાં બીજો નંબર મેળવતા રઘુવંશી ચિલ્ડ્રન સોસાયટી ટ્રસ્ટી પરિવાર તેમજ રઘુવીર ક્રેડીટ સોસાયટી પરિવાર તરફથી બન્ને વિદ્યાર્થીઓની સિધ્ધીને સન્માનવા અભિવાદન સમારોહ યોજવામાં આવેલ. મોમેન્ટો અને સ્મૃતિભેટ અર્પણવિધિ બાદ સંસ્થાના છબીલભાઇ નથવાણી, જશુમતીબેન વસાણી, બીપીનભાઇ પલાણ, પ્રફુલભાઇ ચંદારાણા, ચંદનબેન સોમૈયા, એમ. એલ. નથવાણી, દિપકભાઇ માણેક, જયંતભાઇ પાંઉ, રમિલાબેન નથવાણી, શારદાબેન કોટક, ડીમ્પલ નથવાણી, પલ્લવી કોટક, રઘુવીર ક્રેડીટ સોસાયટીના સંજયભાઇ માખેલા, પ્રવિણભાઇ નથવાણી, ચેતનભાઇ કોઠારી, જીજ્ઞેશભાઇ માખેલા, સતિષભાઇ દત્તાણી, રાજુભાઇ દત્તાણી, અનિલભાઇ જોબનપુત્રા, અમિત કોટક, નિલેશભાઇ ગણાત્રા ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર સંચાલન પ્રમુખ રમણભાઇ કોટકે કરેલ.

(3:48 pm IST)