Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

જલીયાણ સેવા ગ્રુપ દ્વારા કેપ વિતરણ

 શ્રી જલીયાણ સેવા ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદ બાળકો તેમજ વડીલોને ગરમીથી આંશિક રાહત મળી રહે તેવા શુભ આશય સાથે ગાંધીનગર શહેર અને જિલ્લામાં મગોડી-રાહેલબા વૃદ્ધાશ્રમ, સે. ૬ ક્રિષ્ણા વૃદ્ધાશ્રમના વડીલોને તેમજ સેકટર-૧૩, સે. ૧૪, સે. ર૭ની આંગણવાડીના બાળકોને તેમજ સેકટર-૩ શોપીંગ સેન્ટર ખાતે જય ભીમ ટ્રસ્ટ દ્વારા છાપરામાં રહેતા શ્રમજીવી પરિવાર બાળકો માટે નિઃશુલ્ક ચલાવવામાં આવતા ટયુશન કલાસના બાળકોને, સે. ર૩/ર૮ ચાર રસ્તા પાસે ફૂટપાથ પર સોમાકાકા પાસેથી નિઃશુલ્ક શિક્ષણ મેળવવા શ્રમજીવી પરિવારના બાળકોને તેમજ જલારામ મંદિરમાં ચાલતા સદાવ્રતમાં ભોજન પ્રસાદ માટે આવતા બાળકોને પ. પૂ. શ્રી જલારામ બાપાની પ્રસાદીરૂપ કેપ (ટોપી) નું વિતરણ કરવામાં આવેલ. સાથે સાથે છાશ, ચણા, બિસ્કીટ, ચોકલેટ વિતરણ પણ કરવામાં આવેલ. આ સેવાયજ્ઞમાં જલીયાણ સેવા ગ્રુપના કાર્યકરો સહિત અનેક મહાનુભાવો જોડાયા હતા.

(3:46 pm IST)