Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

દોઢસો ફૂટ રીંગ રોડ અને આંબેડકરનગરમાં દારૂના જથ્થા સાથે બેશખ્સો પકડાયા

માલવીયાનગર પલીસે મકાનમાંથી ૩૬ બોટલ સાથે ટાભા ચોૈહાણને અને ગાંધીગ્રામ પોલીસે ૬ બોટલ અને ૨૪ ચપલા સાથે ભાવેશ જીવરાજાનીને ઝડપી લીધો

રાજકોટ તા ૨૭ :  દોઢસો ફુટ રોડ પર એલીમેન્ટસ હોટલની બાજુની શેરીમાં ગાંધીગ્રામ પોલીસે અને આંબેડકરનગરમાં મકાનમાંથી માલવીયાનગર પોલીસ દરોડો પાડી દારૂના જથ્થાસાથે બે શખ્સોને ઝડપી લીધા છે.

મળતી વિગતમુજબ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ અને જોઇન્ટ કમિશ્નર સિધ્ધાર્થ ખત્રીની સુચનાથી ગાંધીધામ પોલીસ મથકના પી.આઇ. વી.વી. ઓડેદરા તથાપી.એસ.આઇ. જે.એમ. ભટ્ટ, હેડ કોન્સ. રાહુલભાઇ વ્યાસ, વનરાજભાઇ લાવડીયા, કનુભાઇ બસીયા, દિવ્યરાજસિંહ જાડેજા, દિગ્વિજયસિંહ ગોહીલ, ગોપાલભાઇ પાટીલ, કિશોરભાઇ, હીતેન્દ્રસિંહ ઝાલા, અને દિનેશભાઇ સહીત પેટ્રોલીંગમાં હતા ત્યારેકોન્સ. વનરાજભાઇ અને કનુભાઇને મળેલ બાતમીના આધારે દોઢસો ફૂટ રીંગ રોડ એલીમન્ટસ હોટલની બાજુની શેરીમા઼ દરોડો પાડી દારૂની ૬ બોટલ અને ૨૪ ચપલા મળી રૂા ૫૪૦૦/-ની મતા સાથે ભાવે જેન્તીભાઇ જીવરાજાની (ઉ.વ.૩૨) (રહે. ગાંધીગ્રામ શેરી નં.૧૧) ને પકડી લીધો હતો, જયારે બીજા દરોડામાં માલવીયાનગર પોલીસમથકના પી.આઇ. એન.એન. ચુડાસમાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. જે.એસ. ચંપાવત, કોન્સ. ભાવેશભાઇ ગઢવી, હરપાલસિંહ જાડેજા, કુલદીપસીંહ જાડેજા, મયુરસિંહ, ભાવીનભાઇ, મશરીભાઇ તથા જયદીપસીંહ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે ભાવેશભાઇ, હરપાલસિંહ નેમળેલી બાતમીના આધારે આંબેડકરનગર શેરી નં.૯માં એક મકાનમાં દરોડો પાડી દારૂની ૩૬ બોટલ સાથે મકાન માલીક સામંતભાઇ ચોૈહાણ (ઉ.વ. ૫૬) ને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

સુનીલ અને ભરત દારૂ સાથે પકડાયા

'બી' ડીવીઝન પોલીસ મથકના પી.આઇ. વી.જે ફર્નાન્ડીસના માર્ગદર્શન હેઠળ પી.એસઆઇ વી.કે.ઝાલા, હેડ કોન્સ. કે.વી. જાડેજા, ડી.એચ. જાડેજા, એ.એમ. રાઠોડ, જે.વાય. ગોહીલ, અને જે.એમ. બોરાણા સહિતે પેટ્રોલીંગ દરમ્યાન પી.એસ.આઇ. વી.કે.ઝાલા અને જે.એ રોબાણાને મળેલ બાતમીના આાધારે સુનીલ નાથા ચાવડા (ઉ.વ.૨૬) અને ભરત બચુ પરમાર (ઉ.વ.૨૬) ,( રહે. ભગવતી પરા જયનંદનવન સોસાયટીને દારૂની બોટલસાથે પકડી લીધા હતા.

 મહેશ ઉર્ફે મુકેશ પીધેલી હાલમાં ઝડપાયો

કુવાડવા રોડ પોલીસ મથકના હેડ કોન્સ. બુટાભાઇ ભરવાડ તથા મનીષભાઇ ચાવડા સહીત વાહન ચેકીંગમાં હતા ત્યારે કુવાડવા રોડ પરથી જીજે-૫-બીડી ૬૪૯ નંબરનું બાઇક લઇને નીકળેલા મહેશ ઉર્ફે મુકેશ મનહરલાલ પાટડીયા (ઉ.વ.૪૦) (રહે. આનંદનગર બ્લોક નં. એચ-૩ કવાર્ટર નં. ૧૧૨) જે દારૂ પીધેલી હાલતમાં પકડી લીધો હતો.

(3:42 pm IST)