Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

કોઠારીયા રોડ હુડકોમાં તમન્ના બ્યૂટી પાર્લરનુ શટર ઉંચું કરી હિરેન જાદવએ પેટ્રોલ છાંટી આગ ચાપી

રાજકોટઃ હરિધવા રોડ પર ભવનાથ પાર્ક-૧પ માં રહેતી અને કોઠારીયા રોડ અરવિંદભાઇ મણીયાર કવાટર શેરી નં. ૧૮ મા  તમન્ના બ્યૂટી પાર્લર ચલાવતા અને સાથે સિલાઇ કામ પણ કરતી હિરલબેન લાલજીભાઇ સાકરીયા (ઉ.૧૯) નામની કોળી યુવતીની દુકાનનું શટર ઉંચકી અંદર પેટ્રોલ છાંટી આગ લગાડી ૧પ હજારનું નુકસાન કરવામાં આવતા ભકિતનગર પોલીસમાં ફરીયાદ થઇ છે.

દુકાન માલિક અંસારીભાઇ જાકરીયાએ જણાવ્યું હતુ કે આગ હિરેન રાજુભાઇ જાદવ( રહે. અરવિંદભાઇ મણીયાર કવાર્ટર શેરી નં. ૧૮) એ લગાડી હોવાનુ કહ્યું હતુ. અગાઉ હિરેન સાથે માથાકુટ થઇ હોઇ ખાર રાખી તેણે આગ લગાડી હતી. પીએસઆઇ એ.જે. લાઠીયાએ ફરીયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

 

(11:16 am IST)