Gujarati News

Gujarati News

News of Sunday, 27th May 2018

યાર્ડ પાસે આર.આર. પંપમાં પેટ્રોલ પુરતી વખતે સ્હેજ ઢોળાતાં ડખ્ખોઃ કર્મચારી પર ત્રણ શખ્સોનો હુમલો

રાજકોટઃ માધાપર ચોકડી પાસે લાલબહાદુર શાસ્ત્રી ટાઉનશીપ ડી-૨૧માં રહેતાં નિકુંજ વિજયભાઇ વાઢેર (ઉ.૨૪)ને માર્કેટ યાર્ડના નાલા પાસે આર. આર. પેટ્રોલ પંપ ખાતે નોકરી પર હતો ત્યારે સંજય માલકીયા, નિલેષ માલકીયા અને અજાણ્યાએ ઝઘડો કરી ઢીકા-પાટુ અને લાકડીની માર મારતાં આજીડેમના હેડકોન્સ. પંકજભાઇ દિક્ષીત અને વિપુલભાઇ રબારીએ ફરિયાદ નોંધી હતી.

નિકુંજના કહેવા મુજબ પોતે પંપ પર નોકરી કરતો હોઇ સંજય માલકીયા પેટ્રોલ પુરાવવા આવ્યો હતો. કર્મચારી રવિ કોળીએ પેટ્રોલ પુરતાં થોડુ પેટ્રોલ ઢોળાતાં સંજયએ ઝઘડો શરૂ કરી ગાળો દીધી હતી. પોતે વચ્ચે પડી બંનેને છોડાવ્યા હતાં. એ પછી થોડીવાર બાદ સંજય અન્ય બે શખ્સોને લઇને આવ્યો હતો અને ધોકાવાળી કરી ભાગી ગયો હતો.

(10:42 am IST)