Gujarati News

Gujarati News

News of Sunday, 27th May 2018

હુડકો ચોકડી રામનગરમાં દિપક દેવીપૂજક પર તલવાર-પાઇપથી હુમલોઃ હાથ ભાંગ્યોઃ વચ્ચે પડેલા બટુક અને બબીબેનને પણ ઇજા

રાજકોટઃ કોઠારીયા રોડ હુડકો ચોકડી પાસે રામનગરમાં નદી કાંઠે રહેતાં દિપક કેશુભાઇ ગોઢકીયા (દેવીપૂજક) (ઉ.૨૧)ને રાત્રે ઘર પાસે હતો ત્યારે રણજીત રમેશભાઇ ઉધરેજીયા, મનોજ રમેશભાઇ ઉધરેજીયા, વિનોદ પરષોત્તમભાઇ ઉધરેજીયા, રજનીબેન બટુકભાએ મળી તલવાર, પાઇપથી હુમલો કરી ડાબો હાથ ભાંગી નાંખતા અને વચ્ચે પડેલા સાહેદ બુટકભાઇ તથા બબીબેનને પણ માથા-હાથમાં ઇજાઓ કરવામાં આવતાં ત્રણેયને હોસ્પિટલે ખસેડાયા હતાં.

આજીડેમ પોલીસ મથકના પીએસઆઇ આર. બી. વાઘેલાએ દિપકની ફરિયાદ પરથી ગુનો નોંધ્યો હતો. દિપકના કહેવા મુજબ તેના ભાભી રજનીબેન તેણીના મોટા બાપુના ઘરે બેસવા જતી હતી ત્યારે તેના પતિએ રાત્રે બેસવા જવાની ના પાડતાં રણજીત સહિતનાએ ઉપરાણુ લઇ કેમ બેસવા જવાની ના પાડો છો? કહી હુમલો કર્યો હતો.

(10:41 am IST)