Gujarati News

Gujarati News

News of Sunday, 27th May 2018

કનકનગરમાં શેરીમાં ક્રિકેટ રમવા બાબતે બઘડાટીઃ ઘનશ્યામસિંહ તથા હિતેષની સામસામી ફરિયાદ

રાજકોટઃ સામા કાંઠે સંત કબીર રોડ કનકનગર-૧માં રાત્રે દસેક વાગ્યે શેરીમાં ક્રિકેટ રમવા બાબતે માથાકુટ થતાં લાકડી-પાઇપથી મારામારી થતાં ચારને ઇજા થતાં સામ-સામી ફરિયાદ નોંધાઇ હતી.

પોલીસે કનકનગર-૧માં રહેતાં ઘનશ્યામસિંહ પ્રતાપસિંહ પરમાર (ઉ.૪૩)ની ફરિયાદ પરથી રાહુલ કોળી, તેના ભાઇ અને એક અજાણ્યા સામે ગુનો નોંધ્યો છે. ઘનશ્યામસિંહનો પુત્ર શેરીમાં ક્રિેકટ રમતો હતો ત્યારે રાહુલનું એકસેસ સ્ટમ્પને અડી જતાં નુકસાન થયાનું કહી ખર્ચના પૈસા આપવા પડશે તેમ કહી ગાળાગાળી કરી ઘનશ્યામસિંહના દિકરાને ડાબા હાથે માર મારી તેમજ તેને પોતાને પણ મારકુટ કરી ઇજા કરાઇ હતી.

સામા પક્ષે હિતેષ સોમાભાઇ કોબીયા (કોળી) (ઉ.૨૩)ની ફરિયાદ પરથી ઘનશ્યામસિંહ, છત્રપાલસિંહ અને પ્રવિણસિંહ સામે ગુનો નોંધાયો હતો. હિતેષના કહેવા મુજબ તેના ભાઇનું વાહન ઘનશ્યામસિંહ સહિતે રોકતાં પોતે બનાવ સ્થળે વાતચીત કરવા જતાં પાઇપથી હુમલો કરી તેમજ ભાઇ સહિતને પણ મુંઢ માર મારી વાહનમાં નુકસાન કરાયું હતું. થોરાળાના એએસઆઇ જે. કે. જાડેજાએ બંને ફરિયાદ નોંધી હતી. 

(10:40 am IST)