Gujarati News

Gujarati News

News of Sunday, 27th May 2018

શાપરના હેતની હત્યાનું રહસ્ય અકબંધઃ પાંચ દિ'માં આરોપી પકડાઇ જવાની ખાત્રી મળતાં મૃતદેહ સ્વીકારાયોઃ રાત્રે જ દફનવિધી

રાજકોટઃ શાપર વેરાવળની સર્વોદય સોસાયટીમાં રહેતાં ૪ વર્ષના હેત હરેશભાઇ વાઢેર (કોળી)નું શુક્રવારે સાંજે અપહરણ થયા બાદ શનિવારે સવારે રીબડાના ગુંદાસરા પાસેથી હત્યા કરાયેલી લાશ મળતાં ખળભળાટ મચી ગયો હતો. એકના એક દિકરાની હત્યાથી કોળી દંપતિ અને સ્વજનો આઘાતમાં ગરક થઇ ગયા હતાં. ગત સાંજે પોસ્ટ મોર્ટમ બાદ મૃતદેહ સંભાળવાનો ઇન્કાર કરી દેવાયો હતો. જો કે પોલીસ અધિકારીઓએ પાંચ જ દિવસમાં આરોપીઓનો ખુલાશો થઇ જશે તેવી ખાત્રી આપતાં મૃતદેહ સ્વીકારાયો હતો અને રાત્રે જ દફનવિધી કરવામાં આવી હતી. એસપી શ્રી અંતરીપ સુદના માર્ગદર્શન હેઠળ આ ગુનાનો ભેદ ઉકેલવા ત્રણ ટીમો કામે લાગી છે. અલગ-અલગ દિશામાં અને નજીકના જ કોઇની સંડોવણીની શંકાએ પુછતાછનો દોર શરૂ કરવામાં આવ્યો છે.

(10:39 am IST)