Gujarati News

Gujarati News

News of Tuesday, 27th April 2021

બાન લેબ દ્વારા સિવિલમાં હળદરના દુધ અને ક્રશ સુરક્ષા સ્પ્રેનું વિનામૂલ્યે વિતરણ

જયોતિબેન ટીલવા અને તેની ટીમની આકરા તાપમાં પણ અદ્દભુત સેવા

રાજકોટઃ દેશભરમાં કોરોનાનો કહેર ખુબ જ વ્યાપી ગયો છે. રાજકોટ ખાતે સંક્રમણનું પ્રમાણ વધતા દર્દીઓનો સંખ્યામાં ખૂબ જ મોટો ઉછાળો આવ્યો છે. રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે અત્યારે દર્દીઓ અને તેના સગા વાલા ખૂબ જ હેરાન થતા રાજકોટના  ભામાશા અને બાન લેબ્સ ના માલિક શ્રી મૌલેશભાઈ ઉકાણી એ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે તેમજ ચૌધરી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં આવતા કોરોનાના દર્દીઓ તેમજ તેમના પરિવારોને તેમની ઈમ્યુનીટી પાવર વધી તે માટે હાલ દૂધ અને ક્રશ સુરક્ષા સ્પ્રે જે નાક અને ગળામાં ઇન્ફેકશનનો ફેલાઈને તે માટે ઉત્તમ સ્પ્રેનો વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે. આ સેવા યજ્ઞ માં રાજકોટના અગ્રણી સેવાભાવી શ્રી જ્યોતીબેન ટીલવા અને તેની ટીમ ખડે પગે રહીને લોકોની સેવા કરી રહ્યા છે. આ સાથે ચા, કોફી, નાસ્તો, પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે .

શ્રી ઉમિયા મહિલા સંગઠન સમિતિ રાજકોટના પ્રમુખ જ્યોતીબેન ટીલવાએ વધુ  જણાવ્યું કે બાન લેબ્સના શ્રી મૌલેશભાઈ ઉકાણી, વાડોલીયા ફૂડનાં માલિક શ્રી મનસુખભાઈ પાણ અને શ્રી પુનીતભાઈ ચોવટિયાના પણ સહયોગથી કોરોના અને દર્દીઓ તેમજ તેમના પરિવારને કોરોનાની  આ ગંભીર પરસ્થિતિ જ્યાં સુધી રહેશે ત્યાં સુધી હળદરનું દૂધ અને સ્પ્રેનું નિશુલ્ક વિતરણ કરવામાં આવશે

હાલ હળદરના દૂધનો પીવા થી રોગ પ્રતિકારક શકિત વધે છે અને ક્રશ સુરક્ષા સ્પ્રેથી નાક અને ગળા સુધી આ વાઇરસ અટકે છે. તેમ જયોતિબેન ટીલવા (મો.૯૪૮૪૬ ૯૩૨૭૦)એ એક યાદીમાં જણાવ્યું છે.

(4:46 pm IST)