Gujarati News

Gujarati News

News of Tuesday, 27th April 2021

સિવિલ હોસ્પીટલમાં પ્રિ-ટાયેઝમાં રપ બેડની સુવિધા સફળ થતા ર૪ કલાકમાં વધુ રપ થી ૩૦ નવા બેડ શરૂ કરાશેઃ ચૌધરીમાં ઉભા કરાયેલ ડોમમાં પણ ટુંકમાં સુવિધા અપાશે

એડીશ્નલ કલેકટર પરીમલ પંડયાએ પત્રકારોને જણાવ્યું હતું કે સીવીલમાં આવેલ એઇમ્સના કમ્પાઉન્ડમાં શરૂ કરાયેલ પ્રિ-ટાયેઝમાં રપ બેડની ઓકસીજન સાથેની સુવિધા સફળ રહેતા હવે ર૪ કલાકમાં વધુ નવા રપ થી ૩૦ બેડ શરૂ કરાશે. તેની કાર્યવાહી ચાલી રહી છે. તેમજ ચૌધરી હાઇસ્કુલમાં ઉભા કરાયેલ વિશાળ ડોમમાં પણ ટુંકમાં સુવીધા શરૂ થશેઃ રવિવારે તોફાની પવનને કારણે આ આખો ડોમ હલી ગયો હતો જે ગઇકાલે સરખો કરી લેવાતા હવે ટુંકમાં ઓકસીજન સાથેના બેડ શરૂ થશે.

(4:44 pm IST)