Gujarati News

Gujarati News

News of Tuesday, 27th April 2021

કોન સો સંકટ...નહિ જાત હે ટારો બેગી હરો હનુમાન મહાપ્રભુ, જો કછુ સંકટ હોય હમારો

હનુમાનજીની અપારશકિત સ્ત્રોત પણ છે, સંકટ દુર કરવા વાળા પ્રબંધન ગુરૂ પણ છે, કોરોના મહાસંકટ વચ્ચે હનુમાન જયંતિ પર વિશેષ આયોજન

રાજકોટ તા. ૨૭ : માનો તો અહિયાં ઈતિહાસ જીવંત જોવા મળશે, નહિતર કુદરત નો કરિશ્મા તો છેજ, હુજતના ડાંગ જીલ્લાના મુખ્યાલય આહવાથી ૨૫ કિમી દૂરસહયાદ્રી પર્વતમાળા ની ગોદમાં છે અંજની કુંડ, અહિયાં એક ઝરણા પાછળ માતા અંજની ની ગુફા આવેલી છે, તેની આજુબાજુ ના લગભગ ૨૫ કિમી ના વિસ્તાર સુબીર (સાબરી) સંભાગમાં છે, રામને ચાખી ચાખીને બોર ખવડાવવા વળી માં સબરીનુંમંદિર અને હનુમાનજીની બાળ લીલાઓનું સાક્ષી પંપાસરોવર, આ બધુંનો ઉલ્લેખ રામાયણમાં થયેલો છે, હનુમાન જન્મસ્થળને લઈને અનેક દવાઓ કરવામાં આવેલ છે, ઝારખંડના અંજન ગામ, આંધ્રપ્રદેશના અંજનાદ્રી પર્વત, કર્નાટકમાં હંપીનગર (કિષ્કિન્ધા નગરી), હરીયાનાનું કેથલ(કપીસ્થ્લ), અને અંજની કુંડને તેમના જન્મ સ્થળ માનવામાં આવે છે.

દંગ જીલ્લો પ્રચીન કાળમાં દંડકારણ્ય પ્રદેશ તરીકે ઓળખતો હતો, પુરાણો મુજબ દંડકારણ્યમાં શ્રી રામને વનવાસના ૧૦ વર્ષ વિતાવ્યા હતા, યહિયાનો આદિવાસી સમાજ મને છે કે મહારાષ્ટ્રમાં પંચવટી જતી વખતે રામ અહિયાથી પસાર થયા હતા, અહિયાં રામ ભગવાનને સાબરીએ બોર ખવડાવ્યા હતા, અહિયાં સાબરી ધામ મંદિર પણ છે, જીલ્લાના સંભાગનું નામ સુબીર(સાબરી) રાખવામાં આવ્યું, સાબરી મંદિરથી ૭ કિમી દુર પૂર્ણ નદી ઉપર પંપા સરોવર આવેલ છે, જયાં હનુમાનજી ની બાળ લીલાઓ થઇ હતી, અહી એક પહાડ ઉપર હનુમાન મંદિર આવેલ છે. વરસાદમાં લીલોછમ ડાંગજીલ્લો શ્રીલંકાના જંગલોની જેમ દેખાય છે, જીલ્લામાં જંગલ અને સહયાદ્રી પર્વત ની વચ્ચે લિંગા ગ્રામ પંચાયતમાં અંજની કુંડ ગામ છે, ગ્રામ પ્રમુખ જણાવે છે કે ગુફામાં હનુમાનજીનો જન્મ અહીં થયો છે. અંજની માતા તેમને આ કુંડમાં નવડાવવા લાવ્યા હતા, લોકવાયકા પ્રમાણે બાળહનુમાન કુંડમાં પડી ગયા હતા, કુંડથી એક કિલોમીટરના અંતરે પહાડ ઉપર ગુફા આવેલી છે જયાં હનુમાનનો જન્મ થયાનો દાવો કરવામાં આવે છે, અહિયાં માતા અંજનીના ચરણ ચિન્હની પૂજા કરવામાં આવે છે, આ ગુફામાં માતા અંજની એ વર્ષો સુધી શિવજીની તપસ્યા કરીને વરદાનમાં પુત્ર રૂપે હનુમાનજીને માંગ્યા હતા.

(4:40 pm IST)