Gujarati News

Gujarati News

News of Tuesday, 27th April 2021

ડે.કમિશનર સીંઘ દ્વારા ચા-પાનના થડા-રેકડીઓનું ચેકીંગઃ ૯થી વધુ સ્થળે દુકાનો સીલ-રેકડીઓ જપ્ત

રાજકોટઃ શહેરમાં માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્શનનાં પાલન અંગે ગેરકાયદે દબાણો અંગે ડે.કમિશનરશ્રી સિંઘની આગેવાની તળે જયુબેલી અને પરાબજારમાંથી રેકડી-પાથરણાવાળાઓને રવાના કરી અને વિસ્તાર ખાલી કરાવેલ તથા હોસ્પિટલ ચોકમાંથી પણ દબાણો દુર કરાવેલ જયારે રૈયા રોડ પર પાન અને ચાની દુકાનો ખાલી કરાયેલ, યુનિવર્સિટી રોડ પર ચા-પાનની દુકાનોને પણ ૭ દિવસ માટે અપીલ કરી દેવાયેલ રૈયા રોડ પર ૧ દુકાન તથા પરાબજારમાંથી રેકડીઓ જપ્ત કરાયેલ. ગુંદાવાડી મેઇન રોડ પર સોડા સેન્ટરને સીલ લગાવી દેવાયેલ, ૧૫૦ ફુટ રીંગ રોડ પર કે.કે.વી.ચોકમાં ટી-સ્ટોલ સીલ કરાવેલ અને નાણાવટી ચોકમાંથી ત્રણ રેકડી જપ્ત કરાયેલ, અટીકામાં સમોસાની દુકાનો સીલ કરાયેલ અને માધાપર ગામ તળમાં ચેકીંગ કરાયેલ તે વખતની તસ્વીરો.

(4:40 pm IST)