Gujarati News

Gujarati News

News of Tuesday, 27th April 2021

પ્લાસ્ટીક મુકત ગુજરાતમાં રેગપીકર્સ શ્રમજીવીઓનો અમૂલ્ય ફાળોઃ મેયર દ્વારા સ્માર્ટકાર્ડ અપાયા

રાજકોટઃ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા ''પ્લાસ્ટીક મુકત ગુજરાત'' કરવા માટે રેગપીકર્સ શ્રમજીવીઓને પ્લાસ્ટીક ધન કચરા વ્યવસ્થાનની કામગીરીમાં સાંકળીને તેમનો આર્થિક ઉત્કર્ષ કરાતો રહેતો હોય જેથી રાજય સરકાર દ્વારા મલ્ટીલેર પ્લાસ્ટીકનું મહત્તમ એકત્રીકરણ થાય, પર્યાવરણની જાળવણી થાય તેમજ રેગપીકર્સ શ્રમજીવીઓનો આર્થિક વિકાસ થાય અને અન્ય આનુસંગિક લાભો રેગપીકર્સ શ્રમજીવીઓને મળી રહે તે હેતુથી રેગપીકર્સ શ્રમજીવી આર્થિક વિકાસ યોજના ચાલુ કરવામાં આવેલ છે જે અંગે રાજકોટ મહાનગર પાલિકાના રેગપીકર્સ શ્રમજીવીઓને આ યોજના હેઠળ સ્માર્ટકાર્ડ આપવામાં આવેલ તે વખતની તસ્વીરઃ રાજકોટ મહાનગરપાલિકાના રેગપીકર્સ શ્રમજીવીઓને મેયર ડો. પ્રદીપ ડવના હસ્તે ટોકનરૂપે સ્મર્ટ કાર્ડ આપવામાં  આ પ્રસંગે સેનીટેશન કમિટીના ચેરમેન અશ્વિનભાઇ પાંભર, તથા સોલીડવેસ્ટના અધિકારી ઉપસ્થિત રહેલ હતા.

(4:39 pm IST)