Gujarati News

Gujarati News

News of Tuesday, 27th April 2021

ખોખડદળ નદી પાસે કાચા રસ્તે ટ્રેકટર પલ્ટી ખાઇ જતા સુનીલનું મોત

રાજસ્થાની યુવાન સાથે શાપરથી આવતી વખતે અકસ્માત સર્જાયો

રાજકોટ તા. ર૭: ખોખડદળ નદી પાસે કાચા રસ્તા પર ટ્રેકટર પલ્ટી ખાઇ જતા રાજસ્થાની યુવાનનું મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઇ હતી.મળતી વિગત મુજબ પારડી ગામ પાસે સરપંચ વાડીમાં રહી મજૂરી કામ કરતો રાજસ્થાની યુવાન સુનીલ સતુરભાઇ ચૌહાણ (ઉ.વ. રર) ગઇકાલે શાપરથી ટ્રેકટર લઇને પારડી આવતો હતો ત્યારે ખોખડદળ નદી પાસે કાચા રસ્તા પર ટ્રેકટર પલ્ટી ખાઇ જતા યુવાનને માથા તથા શરીરે ઇજા થતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. મૃતક સુનીલ અપરણીત હતો. તે ચાર ભાઇ બે બહેનમાં ત્રીજા નંબરનો હતો. આ બનાવ અંગે આજીડેમ પોલીસે તપાસ હાથ ધરી છે.

(3:29 pm IST)