Gujarati News

Gujarati News

News of Tuesday, 27th April 2021

કોઠારિયા સોલવન્ટ પાસે બાઇક સ્લીપ થતા પુનીતનગરના બટુકસિંહ ઝાલાનું મોત

મિત્રના બાઇક પાછળ બેસી શાપરથી રાજકોટ આવતી વખતે અકસ્માતઃ પરિવારમાં આક્રંદ

રાજકોટ તા. ર૭: કોઠારિયા સોલવન્ટ પાસે બાઇક સ્લીપ થતા પુનિતનગરના પ્રૌઢનું રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત નિપજયું હતું.

મળતી વિગત મુજબ પુનીતનગર આશાપુરા મંદિર પાસે રહેતા બટુકસિંહ પૃથ્વીરાજસિંહ ઝાલા (ઉ.વ. પપ) ગઇકાલે મિત્ર પરસોતમભાઇના બાઇક પાછળ બેસીને શાપર કામ સબબ ગયા હતા. કામપૂર્ણ કરી બંને રાજકોટ પરત આવતા હતા ત્યારે કોઠારિયા સોલવન્ટ નજીક શિવ હોટલ પાસે બાઇક ડીવાઇડરને અડી જતા પરસોતમભાઇ પટેલે કાબુ ગુમાવતા બાઇક સ્લીપ થતા બંને ફંગોળાઇ ગયા હતા બનાવ બનતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા અને બટુકસિંહ ઝાલાને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. જયારે મિત્ર પરસોતમભાઇને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. બનાવની જાણ થતા આજીડેમ પોલીસ મથકના પી.એસ.આઇ. કડછા સહિતે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે. મૃતક બટુકસિંહ કારખાનામાં નોકરી કરતા હતા બે પુત્ર અને એક પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે.

(3:29 pm IST)