Gujarati News

Gujarati News

News of Tuesday, 27th April 2021

શ્રી રામ જય રામ જય જય રામ... શ્રી રામ જય રામ જય જય રામ... શ્રી રામ જય રામ જય જય રામ... શ્રી રામ જય રામ જય જય રામ... શ્રી રામ જય રામ જય જય રામ... : ''પવન તનય સંકટ હરન, મૂરતિ રૂપ, રામ લખન સીતા સહિત, હ્ય્દય બસહુ સુર ભૂપ''

હે બજરંગબલી દુઃખડા હરજો : હનુમાન જયંતિની સાદગીભેર ઉજવણી

કોરોનાની પરિસ્થિતી ધ્યાને લઇ જાહેર ઉત્સવો બંધ : મંદિરોમાં મર્યાદિત ભાવિકોની હાજરીમાં પાઠ - પૂજા : ઘરે ઘરે ધૂન કિર્તનની સૂરાવલીઓ ગુંજી

બાલાજી મંદિરે સવારથી પૂજા અર્ચના : આજે હનુમાન જયંતિ નિમિતે કરણસિંહજી શાળાના મેદાનમાં આવેલ શ્રી બાલાજીને અનેરા શણગાર સાથેના દર્શન ખુલ્લા મુકાયા હતા. પૂજા પાઠ અને આરતી કરવામાં આવેલ. તે સમયની તસ્વીર નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા )

રાજકોટ તા. ૨૭ : અતુલિત બળ વાળા છતાય વાણીમાં વિનય વિવેક ધરાવનાર શ્રી બજરંગબલીની આજે જન્મ જયંતિ હોય રાજકોટ આખુ પવનપુત્ર હનુમાનજીની ભકિતના રંગે રંગાયુ છે.

જો કે હાલ કોરોના સંક્રમણની પરિસ્થિતી ધ્યાને લઇ ખુબ સંયમમાં રહીને લોકો હનુમંત ભકિત કરી રહ્યા છે. કોરોનાના કહેરમાંથી 'હે દાદા ઉગારી લેજો, દુઃખડા હરી લેજો' તેવા ઉદ્દગારો સાથે આજે ઘરે ઘરે હનુમાન ચાલીસા પાઠ, સુંદરકાંડ પાઠ, સ્તુતી, ધુન, ભજન સહીતના કાર્યક્રમો થઇ રહ્યા છે.

મંદિરો અને ધાર્મિક સંસ્થાઓમાં પણ ભીડ ન થાય તે માટે પૂજારી અને મર્યાદિત લોકોની હાજરી સાથે પૂજન આરતી કરી દાદાના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. માઇક પર ધૂન-ભજન-સ્તુતી-પાઠની સુરાવલીઓ આખો દિવસ ગુંજતી રહેશે.

બાલાજી મંદિર

અહીંના કરણસિંહજી શાળાના મેદાનમાં આવેલ શ્રી બાલાજી મંદિર ખાતે હનુમાન જયંતિની સાદગીભેર ઉજવણી થઇ રહી છે. ઉત્સવી કાર્યક્રમોને બદલે મર્યાદીત ભાવિક ભકતોની હાજરીમાં વહેલી સવારની આરતી અને પૂજા પાઠ કરવામાં આવ્યા હતા. સોશ્યલ ડીસ્ટન્સ અને માસ્ક પહેરવા સહીતના સરકારી નિયમોના પાલન સાથે દર્શન ખુલ્લા મુકાયા હતા. લોકોએ ભીડ કર્યા વગર દર્શનનો લાભ લેવા જણાવાયુ છે.

પીપળીયા હનુમાન

સુભાષ રોડ પર ડો. પી.આર. શાહની સામે આવેલ શ્રી પીપળીયા હનુમાનજી મંદિરે આજે હનુમાન જયંતિ નિમિતે સાદગીભેર પૂજા પાઠ કરાયા હતા. દરમિયાન સમગ્ર સાધુ સમાજ દ્વારા વિશ્વ કલ્યાણ અર્થે શ્રી હનુમાન ચાલીસાના પાઠ ઘરે ઘરે કરીને હનુમાનજીને અર્પણ કરવા આયોજન કરવામાં આવેલ હોવાનું મહંત ભરતદાસ ડી. નિમાવતની યાદીમાં જણાવાયુ છે.

(3:25 pm IST)