Gujarati News

Gujarati News

News of Tuesday, 27th April 2021

વોર્ડ નં. ૬ માં યુવા ભાજપ દ્વારા બ્લડ ડોનેકશન કેમ્પ

હાલ સમગ્ર વિશ્વમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે ભાજપ સરકાર દ્વારા કોરોના પર નિયંત્રણ લેવા અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલજીના માર્ગદર્શન હેઠળ ભારતીય જનતા પાર્ટી દ્વારા 'મારૂ બુથ કોરોના મુકત, મારૂ બુથ વેકસીનયુકત' અંતર્ગત શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપ યુવા મોરચા દ્વારા વોર્ડ નં. ૬ માં બ્લડ ડોનેકશન કેમ્પ યોજાયેલ હતો. આ કેમ્પમાં બહોળી સંખ્યામાં રકત એકત્ર કરવામાં આવેલ હતું. આ તકે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, ધારાસભ્ય અરવીંદ રૈયાણી, મેયર ડો. પ્રદીપ ડવ, વોર્ડના કોર્પોરેટર પરેશ પીપળીયા (પી.પી.), ભાવેશ દેથરીયા, વોર્ડ પ્રભારી રમેશ પરમાર, વોર્ડ પ્રમુખ ઘનશ્યામ કુંગશીયા, વોર્ડ મહામંત્રી દુષ્યંત સંપટ, વીરમભાઇ રબારી, પૂર્વ કોર્પોરેટર મુકેશ રાદડીયા, મનોજ ગરૈયા, પીન્ટુ રાઠોડ, સહીતના ઉપસ્થિત રહ્યા હતા. આ બ્લડ ડોનેશન કેમ્પનો સફળ બનાવવા શહેર ભાજપ યુવા મોરચાના હીરેન રાવલ, ચંદ્રેશ લુણાગરીયા, તેજશ પ્રજાપતી અને અનીલ પ્રજાપતી સહીતના એ જહેમત ઉઠાવી હતી.

(3:23 pm IST)