Gujarati News

Gujarati News

News of Tuesday, 27th April 2021

બજરંગબલી સૌનું સારૃં કરેઃ હનુમાન જયંતિની શુભેચ્છા પાઠવતા કમલેશ મિરાણી

રાજકોટ તા. ર૭: શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડે શહેરીજનોને આજે મંગળવારે હનુમાન જયંતિના પાવન અવસરે શહેરીજનોને શુભેચ્છા પાઠવતા જણાવેલ કે શ્રીરામના પરમ ભકત અને શીવજીના ૧૧માં રૂદ્રસ્વરૂપ એવા બજરંગબલીની ભકિત માટે મંગળવાર અને શનિવાર શ્રેષ્ઠ છે ત્યારે આજે હનુમાન જયંતી અને મંગળવારનો શુભ સંયોગે તેનું મહત્વ અનેકગણું વધી જાય છે.

હનુમાનદાદા અષ્ટ સિધ્ધિ અને નવનિધિના દાતા છે, ભકતોના સંકટનો નાશ કરે છે. કુમતિનું નિવારણ કરે છે ત્યારે કોરોના સામે સૌનું રક્ષણ કરે તેવી શુભેચ્છા. અંતમાં કમલેશ મિરાણી, જીતુ કોઠારી, કિશોર રાઠોડે પાઠવી છે.

(3:23 pm IST)