Gujarati News

Gujarati News

News of Saturday, 27th April 2019

ઝીરો ગ્રેવીટી ગ્રુપ દ્વારા કાલે 'ઓપન માઇક ઇવેન્ટ' : કલા પ્રસ્તુતિની તક

રાજકોટ તા. ૨૭ : ઝીરો ગ્રેવીટી ગ્રુપ દ્વારા સતત ત્રીજી ઓપન માઇક ઇવેન્ટનું આયોજન કરાયુ છે. કોઇપણ વ્યકિતને પોતાની કલા પ્રસ્તુત કરવા આગવુ પ્લેટ ફોર્મ મળી રહે તે હેતુથી રાજકોટ નાગરીક સહકારી બેન્ક અને શોભાવે ધી કોસ્મેટીક શોપના સહયોગથી કાલે તા. ૨૮ ના રવિવારે સાંજે પ.૩૦ વાગ્યે અર્બન ડેક કેફ, સેલીબ્રેશન પાર્ટી પ્લોટ પાછળ, કાલાવડ રોડ, રંગોલી રેસ્ટોરાં પાસે, મોટા મવા, ખાતે આ ઇવેન્ટ યોજવામાં આવેલ છે.

જેમાં પોએટ્રી, સ્ટોરી ટેલીંગ, કોમેડી કે સંગીત પૈકી કોઇપણ કલા પ્રસ્તુત કરી શકાશે. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, યુવાનો, નામાંકિત શિક્ષકો પરફોર્મ કરશે.

વધુ માહીતી અને ટીકીટ બુકીંગ માટે મો.૯૫૩૭૨ ૯૮૧૮૧ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા રક્ષિત વખારીયા, કેવલ શાહ, જય બુધ્ધદેવ, સાગર અવલાની, ભાર્ગવ ચાવડા સહીતના મિત્રો જહેમત ઉઠાવી રહ્યા છે.

(3:48 pm IST)