Gujarati News

Gujarati News

News of Saturday, 27th April 2019

રાજકોટની પરિણીતાને દિકરાને મારી નાંખવાની ધમકી આપી લીંબડીના યાસીન બેલીમનો બળાત્કાર

અગાઉ થોરાળામાં રહેતો શખ્સ પરિણિતાના વીસેક દિવસ પહેલા તેણીને લીંબડીના પનારગામ, ખારાઘોડા લઇ ગયોઃ તેણીનો ફોટો બીજાને બતાવી દેવાની ધમકી આપી કૂકર્મ આચર્યુઃ આરોપી થોરાળા પોલીસના સકંજામાં

રાજકોટ તા. ૨૭: મુળ લીંબડીનો વતની અને અગાઉ રાજકોટ થોરાળા રામનગર વિસ્તારમાં રહેતાં યાસીન મહેબૂબભાઇ બેલીમ નામના શખ્સે પરિણીતાને ફસાવી વીસેક દિવસ પહેલા લીંબડીના પનારગામ, ખારા ઘોડા ગામે લઇ જઇ તેણીના ફોટા બીજાને બતાવી દેવાની તેમજ દિકરાને મારી નાંખવાની ધમકી આપી બળાત્કાર ગુજારતાં મામલો પોલીસ સુધી પહોંચતા થોરાળા પોલીસે બળાત્કારનો ગુનો નોંધી તેને સકંજામાં લીધો છે.

આ બાબતે થોરાળા પોલીસે પરિણીતાની ફરિયાદ પરથી યાસીન બેલીમ સામે આઇપીસી ૩૭૬, ૫૦૬ (૨) મુજબ ગુનો નોંધ્યો છે. ભોગ બનનારે ફરિયાદમાં જણાવ્યું છે કે વિસેક દિવસ પહેલા તેણીને યાસીન રાજકોટથી ભગાડી ગયો હતો. એ પછી લીંબડીના પનાર ગામ અને ખારા ઘોડા ગામે લઇ જઇ ત્યાં અલગ-અલગ જગ્યાએ બીજાને ફોટો બતાવી દેવાની અને દિકરાને મારી નાંખવાની ધમકી આપી બળજરીથી બળાત્કાર ગુજાર્યો હતો. થોડા દિવસ પહેલા બંને પરત રાજકોટ આવ્યા હતાં અને ગઇકાલે તેણીએ ફરિયાદ કરી હતી.

પી.આઇ. બી. ટી. વાઢીયાની રાહબરીમાં મહિલા પીએસઆઇ જે. જી. ચોૈધરી અને રાઇટર વિક્રમભાઇએ ગુનો નોંધી યાસીનને સકંજામાં લીધો છે. યાસીન અગાઉ થોરાળા વિસ્તારમાં રહી કામ કરતો  હતો. પરિણીતાના ભાઇ સાથે તેને મિત્રતા થઇ હોઇ તેના ઘરે આવતો-જતો થયા બાદ પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી કૂકર્મ આચર્યુ હતું.

(11:39 am IST)