Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

પાંચ વોર્ડ ઓફિસેથી જન્મ દાખલાની નકલ મળવાનો પ્રારંભઃ ટુંક સમયમાં તમામ વોર્ડ ઓફિસે ઉપલબ્ધ થશે

રાજકોટ : શહેરનો વિસ્તાર ખુબ જ વધવા પામેલ છે રાજકોટ મહાનગરપાલિકાના જુદા જુદા કામો માટે નગરજનોને મુખ્ય કચેરી સુધી આવવું ન પડે તે માટે ઘણા વર્ષોથી ત્રણ ઝોન કચેરીઓ શરૂ કરવામાં આવેલ છે. આ ઉપરાંત મિલકત વેરો ભરવા, ફૂડ લાયસન્સ, શોપ લાયસન્સ, તેમજ પોતાના વિસ્તારની જે કોઈ પણ ફરિયાદ હોય તે તમામ સુવિધાઓ વોર્ડ ઓફિસોમાં શરૂ કરવામાં આવેલ છે. તે જ રીતે જન્મ મરણ વિભાગની સેવાઓ પણ શહેરીજનોને પોતાના વિસ્તારમાં મળી રહે તેવું આયોજન કરવામાં આવેલ છે. આ અંગે માહિતી આપતા આરોગ્ય સમિતિના ચેરમેન મનીષ રાડીયા એક યાદીમાં જણાવે છે કે, તા.૨૬ના રોજ પ્રથમ તબક્કામાં વોર્ડ નં. ૧, ૨, ૪, ૯, અને ૧૪ વોર્ડમાં જન્મના દાખલાની નકલ મળી શકે તે માટે વોર્ડ નં.૧૪ સિંદુરિયા ખાણ શોપીંગ સેન્ટર પાસે આવેલ વોર્ડ ઓફીસ ખાતેથી શુભારંભ કરવામાં આવેલ છે. આ પ્રસંગે મેયર ડો.જૈમન ઉપાધ્યાય, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, રાજકોટ શહેર ભાજપ પુર્વ પ્રમુખ નીતિનભાઈ ભારદ્વાજ, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, આરોગ્ય કમિટી ચેરમેન મનીષભાઈ રાડીયા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી જીતુભાઈ કોઠારી, બાંધકામ કમિટી ચેરમેન મુકેશભાઈ રાદડિયા, વોટર વર્કસ કમિટી ચેરમેન દલસુખભાઈ જાગાણી, કોર્પોરેટર કિરણબેન સોરઠીયા, શિક્ષણ કમિટી સભ્ય મુકેશભાઈ મહેતા, વોર્ડ નં.૧૪ના પ્રભારી નીલેશભાઈ જલુ, કિરણબેન સોરઠીયા, વોર્ડ પ્રમુખ અનીષ જોષી, કેયુરભાઈ મશરૂ, મહેશભાઈ મૈત્રા, ભનુભાઈ પટેલ, રૂપેશ ચાવડા, રમેશભાઈ મંડલીક, મનુભાઈ જોબનપુત્રા, જયવીરસિંહ પરમાર, કેશુભાઈ દોંગા, કમલેશ પાલા, ગીરીશ પોપટ, કિશોરભાઈ પરમાર, કિશોરસિંહ પરમાર, ડો.શીલુ, અનીતાબેન ગોસ્વામી, વિપુલભાઈ માખેલા, શૈલેશભાઈ હાપલીયા, વિજયભાઈ કારિયા, રસિકભાઈ પઢીયાર, કિરીટભાઈ ચૌહાણ, બકુલભાઈ વાઘેલા, અરવિંદભાઈ તલસાણીયા, દિનેશભાઈ (કેપ્ટન) વીરડા, નરેન્દ્રભાઈ મકવાણા, વૈશાલી ગટુભાઈ મહેતા, પ્રભાબેન વસોયા, હિરેન ગોસ્વામી, જયદીપ નકુમ, સંજય રાઠોડ, મૈશરૂ ડાભી વિગેરે તથા બહોળી સંખ્યામાં લત્ત્।ાવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા. ૧૫ દિવસ બાદ બીજા તબક્કામાં ૧૮ વોર્ડ ઓફિસથી જન્મના દાખલા પ્રાપ્ત થશે ત્યારબાદ ૧૫ દિવસ બાદ ત્રીજી ફેસમાં તમામ વોર્ડ ઓફિસથી મરણના દાખલા પણ પ્રાપ્ત થશે.(૨૧.૨૯)

 

(4:44 pm IST)