Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

શહેર ભાજપ દ્વારા અનુ.જાતિ મોરચાના વોર્ડ વાઈઝ પ્રમુખ- મહામંત્રીઓની નિમણુંક

સ્વ.દેવજીભાઈ મકવાણાનું અવસાન થતાં અનુ.જાતિ મોરચાના ઉપપ્રમુખપદે વજુભાઈ લુણાસીયાની વરણીઃ કમલેશભાઈ મિરાણી- ડી.બી. ખીમસુરીયા

રાજકોટ, તા.૨૭: પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણીના નેતૃત્વમાં ગુજરાતભરમાં ભાજપના સંગઠનનો વ્યાપ વધે તેવા આશયથી સંગઠન પર્વ અંતર્ગત વિવિધ મોરચાના હોદેદારોની નિયુકિત કરવામાં આવી રહી છે તે અંતર્ગત શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડે શહેર ભાજપ અનુસુચિત જાતિ મોરચાના પ્રભારી મહેશ રાઠોડ, પ્રમુખ ડી.બી.ખીમસુરીયા મહામંત્રી નાનજીભાઈ પારઘી, પ્રવિણભાઈ ચૌહાણ સાથે વિચાર- વિમર્શ કરી  રાજકોટ શહેર ભાજપના અનુ.જાતિ મોરચાના વોર્ડ પ્રમુખ- મહામંત્રીની નિમણુક કરી હતી. આ ઉપરાંત ગત વર્ષે શહેર ભાજપના અનુ.જાતિ મોરચાના ઉપપ્રમુખ દેવજીભાઈ મકવાણાનું દુઃખદ અવસાન થતા તેમની ખાલી પડેલ સ્થાન પર વજુભાઈ લુણાસીયાની શહેર ભાજપ અનુ.જાતિ મોરચાના ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવેલ છે.

આ વરણી કરતા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ જણાવ્યું હતું કે પક્ષના પ્રત્યેક કાર્યકર્તામાં છેવાડાના માનવીનો વિકાસ થાય અને કેન્દ્ર સરકાર તથા રાજય સરકારની લોકકલ્યાણકારી યોજનાઓનો લાભ લોકોને વધુને વધુ મળે અને સાથોસાથ ભારત માતાનું ગૌરવ વધે તે વાત કાર્યકર્તાના દિલમાં પડેલી છે. ત્યારે અનુ.જાતિ મોરચાના માધ્યમથી રાજય સરકારની વિવિધ યોજનાઓથી દલિત સમાજને વધુને વધુ લાભ મળે અને તેનો ઉત્કર્ષ થાય તેવા આશયથી શહેર ભાજપ અનુ.જાતિ મોરચામાં વોર્ડ પ્રમુખ- મહામંત્રીની વરણી કરવામાં આવેલ છે.

અનુસુચિત જાતિ મોરચો - વોર્ડવાઈઝ પ્રમુખ/ મહામંત્રીની યાદી આ મુજબ છે. વોર્ડનં-૧- પ્રમુખ હરેશભાઈ પરમાર- ૯૮૭૯૨ ૭૮૮૮૪, મહામંત્રી ભરતભાઈ બાવરીયા- ૮૭૩૫૦ ૭૦૧૩૨, વોર્ડનં-૩ પ્રમુખ જેન્તીભાઈ પરમાર- ૯૫૩૭૦ ૪૭૦૫૧, મહામંત્રી જીતેન્દ્રભાઈ વાઘેલા-૯૨૬૫૬ ૫૫૦૦૮, વોડનં-૪ પ્રમુખ રવિભાઈ ગોહેલ- ૯૬૨૪૫ ૪૫૩૦૨, મહામંત્રી અનિલભાઈ શ્રીમાળી- ૯૯૦૪૨ ૫૪૪૨૮, વોર્ડનં-૭ પ્રમુખ દીનેશભાઈ સોલંકી-૯૭૩૭૫ ૦૦૬૧૨, મહામંત્રી અલ્પેશભાઈ મોકરા-૯૬૬૨૮ ૩૧૨૮૬, વોર્ડ-૮ પ્રમુખ નિખીલભાઈ રાઠોડ- ૮૫૩૦૭ ૦૫૮૫૮, મહામંત્રી મહેશભાઈ રાઠોડ- ૯૯૨૫૦ ૬૫૩૦૫, વોર્ડ-૧૦ પ્રમુખ કરશનભાઈ વરણ-૯૪૨૯૫ ૦૧૨૯૧, મહામંત્રી કીશોરભાઈ મકવાણા- ૯૨૨૮૩ ૯૫૦૦૦, વોર્ડ-૧૩ પ્રમુખ વીનોદભાઈ રાઠોડ- ૯૯૯૮૩ ૦૦૦૦૫, મહામંત્રી સુરેશભાઈ ડાંગર- ૭૫૬૭૩ ૪૧૪૧૬, વોર્ડ-૧૪ પ્રમુખ રમેશભાઈ મકવાણા- ૯૫૮૬૮ ૬૫૪૩૭, મહામંત્રી સુરેશભાઈ રત્નોતર- ૯૭૨૪૭ ૧૫૫૪૮, વોર્ડ- ૧૫ પ્રમુખ બીપીનભાઈ પરમાર- ૯૮૨૪૪ ૨૪૮૮૧, મહામંત્રી રસિકભાઈ વાઘેલા- ૮૧૪૦૭ ૭૭૮૯૨, વોર્ડ-૧૮ પ્રમુખ જેન્તીભાઈ સાગઠીયા- ૯૭૨૪૭ ૫૬૩૬૧ અને મહામંત્રી વિપુલભાઈ સોહેલીયા- ૮૪૬૦૨ ૪૧૧૧૬ની નિમણુંક કરવામાં આવી છે.(તસ્વીર : સંદીપ બગથરીયા) (૩૦.૫)

(4:43 pm IST)