Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

ઉનાળા માટે દેશી પીણાના વિવિધ પાઉડર

વેદાંતિકા કંપનીના પોષ્ટિક-સ્વાદિષ્ટ પીણા રાહતદરે : મધ રૂ. ર૪૦નું કિલો : લીમડાનો સાબુ રૂ.૧૦ : રવિવારે નાના મવા સર્કલે 'નવરંગ'નો કાર્યક્રમ

રાજકોટ તા.૨૭: નવરંગ નેચર કલબ-રાજકોટ દ્વારા રવિવારે વિવિધ શાકભાજી,મધ,પુઠાના ચકલીઘર, વિવિધ માટીના વાસણો રાહત દરે વિતરણ થશે.

કપડાની થેલીઃ લોકો રોજગારી મળે અને પ્લાસ્ટીકનો વપરાશ બીલકુલ બંધ થાય તે માટે સારા કપડામાંથી તૈયાર કરેલ થેલી રૂ.૫/- અને ૨૦/- અહીં વેચાઇ છે. આની ખરીદી કરી આપ વિતરણ કરી પ્લાસ્ટીકનો વપરાશ બંધ થાય તે માટે સહયોગ આપવો એ આ સમયની જરૂરીયાત છે.

કાપડના બોરા અને કાપડના પાથરણા રાહત દરે મળશે.

દેશી બીયારણઃ વિવિધ જાતના શાકભાજીના બીયારણો જેવા કે દુધી, રીંગણા, ચોળી, સરગવો, પપૈયા, ગાજર, પાલક પેકેટની કિંમત માત્ર રૂ.૧૦/- દેશી બીયારણો ખતમ થતા જાય છે તેની જાળવણી થાય તે માટે આપ આ બીયારણ વાવી દેશી બીયારણને બચાવવાની ઝુંબેશમાં સહયોગ આપશો.

આદુઃ આદુનું સેવન કરવાથી કફ અને પીતમાં ખુબ જ ફાયદો થાય છે પાચન ક્રિયા સુધરે છે. સ્થુળતા, જાડાપણું અને મેદ ઘટાડે છે.હૃદયને ફાયદો કરે છે. ફેફસામાં કફના ઝાડા તોડે છે. વધુ પ્રમાણમાં પેશાબ લાગે છે. છાતીમાંથી શરદી કાઢે છે. આમવાત (એસીડીટી) સોજા મટાડે છે. લોકો વધુમાં વધુ આદુનો વપરાશ કરતા થાય એવા પ્રયત્નો સતત અમારા તરફથી કરવામાં આવે છે. આપ પણ આદુનો પ્રચાર કરી સેવા કરી શકાય.

અગરબતીઓઃ ઘરબેઠા રોજગારીઓનું નિર્માણ થાય તેવા હેતુથી આ ગાય આધારીત અગરબતીઓ બનાવી તેનું વેચાણ કરવામાં આવે છે. આપ આ અગરબતીઓ લઇ આડકતરી રીતે રોજગારી નિર્માણના યજ્ઞમાં સહકાર આપશો.

ફુલછોડઃ કાશ્મીરી ગુલાબ અને ઇંગ્લીશ ગુલાબ (૧પ જાતના રંગવાળા) ફુલોના ગુલાબના રોપા તથા મોગરો, મયુરપંખ, રાતરાણી, કીસમસ ટ્રી, એકઝોરા, ક્રોટોન, આમ વિવિધ જાતના રોપાઅ બજાર કિંમતથી અડધી કિંમતે મળશે.

એલોવેરા જેલઃ એલોવેરા જયુસ સપ્તચુર્ણ રાહતદરે મળશે. લીંબડા સાબુ તેમજ કોપરેલ સાબુ.

મધ (પ્રવાહી સોનુ): અહી માત્ર રૂ. ર૪૦ ના કિલોના હિસાબે વેચાણ થવાનું છે. આ મધના સેવનથી વજન ઘટે છે. લીવર-કીડનીને ફાયદો કરે છે. ચરબી ઓછી કરે છે. કબજીયાત દુર થાય છે.

હાથલા થોરના ફળમાંથી બનાવેલ સરબતની બોટલો બજારમાં રૂ. ર૦૦ની મળે છે અને અંદર કેમીકલ નાખેલુ હોય છે. જયારે આ બોટલમાં કેમીકલ બીલકુલ નાખેલ નથી. પુરેપુરૂ કુદરતી છે અને રૂ. ૧૦૦ માં સરબતની બોટલનું વેચાણ થાય છે.

રાહત દરે વિતરણઃ (૧) આમળા પાવડર (ર) પંચામૃત પાવડર (૩) ઠંડાઇ પાવડર (દુધ સાથે લેવું) (૪) ફુદીના પાવડર (પ) લેમન હરબલ ટી પાવડર (૬) લીંબુ પાવડર (૭) ગુલાબ પાવડર (દુધ સાથેલેવું) (૮) કાચી કેરીનો પાવડર (૯) લીંબુ જીંજર પાવડર આ પાવડરો ૧૦૦ ટકા ઓર્ગેનીક છે અને પ્રવાસમાં આ પાવડરો ખુબ જ કામ આપે છે અને તાત્કાલીક સરબત બનાવી શકાય છે અને સ્ફુર્તી મળે છે અને આ ખેત પેદાશોમાં તૈયાર થયેલી વસ્તુઓ વાપરવાથી ખેડુતોને આડકતરી રોજગારી મળતી હોય છે. એક નાનુ પેકેટ રૂ. ૧૦માં મળતું હોય છે અને એક બોક્ષમાં ૧૦ પેકેટ આવતા હોય છે.

સુપઃ પાણી ઉકાળી તેમાં પાવડર ભેળવવો એક કપમાં અડધી ચમચીના હિસાબે.

(૧) પાલક સુપ, કારેલા સુપણ, મકાઇ સુપ, ટમેટા સુપ, ભુખ લગાડે, શકિત વધારે, લોહી શુધ્ધ કરે, વિટામીન સી મળે છે. સુપના પાવડરો ૧ પેકેટના રૂ. ૩૦ લખે મળશે. બધા જ સુપો ૧૦૦ ટકા નેચરલ છે. દરેક સુપના પાવડરમાં કલર, ફલેવર કે કેમીકલનો ઉપયોગ કરેલ નથી.

સ્થળઃ ૧પ૦ ફુટ રીંગ રોડ, નાના મવા સર્કલ, બીઆરટીએસ બસ સ્ટેન્ડ સામે, પેટ્રોલ પંપની બાજુમાં રાજકોટ ખાતે તા.ર૯-૪-ર૦૧૮ (દર રવિવારે રાજકોટ), સમય સવારે ૯ થી ૧ દરમિયાન યોજાશે. વધારે વિગતો માટે વી.ડી.બાલા મો. ૯૪ર૭પ ૬૩૮૯૮નો સંપર્ક થઇ શકે છે.(૯.૨૬)

દેશી ગાયનું ઘી ૧-કિલોનારૂ.૮૦૦/-,

વિવિધ જાતના લોખંડના વાસણો મળશે

વિવિધ જાતના ફળો રાહત દરે મળશે.

વિવિધ જાતના શાકભાજી ખેડુતો સીધા વેચવા આવશે.

વિવિધ જાતના ફુલછોડનું રાહત દરે વિતરણ

ઓર્ગેનીક મગ ૧-કિલોના રૂ.૮૦/-

રાહત દરે લીંબડા સાબુ

આદુ ૧-કિલોના રૂ.૬૦/-

આંબલીનું વેચાણ ૧-કિલોના રૂ.૪૦/-

દેશી મુખવાસ

વિવિધ જાતના માટીના વાસણો માત્ર રૂ.૧૦/-

લીલા નાળિયેર કિંમત રૂ.૨૦/-

પુઠાના ચકલી ઘરઃ ચકલી ઘર રૂ.૫/-

પ્લાસ્ટીકના પોર્ટેબલ ચબુતરાઃકિંમત રૂ.૧૦/-

તરબુચ ૧-કિલોના રૂ.૨૦/-

બીજોરાનું સરબત રૂ.૧૦/-

હાથ વણાટના પાપડ

 

(4:42 pm IST)